કહે માત પાર્વતી મહાદેવ ને,તમે તપ કરો છો અપાર ને હું રહું છું એકલી,
આપતા જાઉ મને એક વરદાન જ્યાં જન્મે બાળક,
આપી વરદાન મહાદેવ ઘોર તપસ્યા કરવાને જાય,
પાર્વતી માત એકલા મન માં એતો મુંજાય,
સ્નાન કરવાને જાય પાર્વતી મેલ કાઢે અપાર,દક્ષિણ થી ઘડ્યો મેલ નાના એવા કર કર્યા ચાર અને ચતુર્ભુજ કરી ફાંદ,
મોઢું કર્યુ ગોલ પ્રુથ્વિ જેવુ ને પગ ની પગલીઓ કર્યી નાની,
નામ આપ્યું ગણેશ અને બીજે મેલે પુત્રી કરી ને ઘડ્યુ નાનુ કદ, રુપ આપ્યો નિર્મળ અને કેશ આપ્યા ઘનઘોર ને નામ આપ્યૂ ઓખા,
આવી રીતે પ્રથમ બે બાળકોને જન્મ આપી માતા પાર્વતીએ બંને ને કિધું કરો કે કોઇ આવે તો કેજો,માતા કરે સ્નાન,
એટલા માં આવ્યાં નારદજી એ જોયા બે બાળક...
માંગ્યો એમનો પરિચય,ને કહેવા લાગ્યા બે બાળક,માતા અમારી પાર્વતી,(બાળકો ને પિતાની ખબર નૌતી)
ને પિતા....!
પિતા પણ પાર્વતી....
ઘોર અનર્થ ઘોર અનર્થ નો નાદ કરી નારદજી જાય મહાદેવ કોર,
મહાદેવ,મહાદેવ તમે તપસ્યા કરો ઘોર,અને ત્યાં રમે બે બાળક ચારેયકોર,
મહાદેવજી ક્રોધિત થયા ને ગયા પાર્વતી કોર,
ગણેશે રોક્યા શિવને કહ્યું માતા કરે સ્નાન,
પંથ પર થી હટી ઓ બાળ નાદાન,હું શિવ પાર્વતી પતિ,
માતાની આજ્ઞાનું કરુ છું પાલન,ભલે હોય તમે આ પ્રુથ્વી ના મોટા ભુપ,
ક્રોધિત મહાદેવજી એ કર લીધું ત્રિશુલ શિશ કાપિ ગણેશ નું અંદર ચાલ્યા મહાદેવ,(એ શીશ ચંદ્રદેવ ના રથ પર પડ્યું એટલે આપણે ગણેશ ચતુર્થી ના દિવસે ચંદ્રદેવ ની પણ પુજા કરીએ છીએ)
ઓખા જોઇને ડરી ગય,ભાઇ ને માર્યો હવે મારશે મને,માતા મને બચાવો,કોક જટાળા જોગી થી,
માતા પાર્વતીએ પહેર્યા વસ્ત્રો અંગે,કોણ જોગી એવો જટાણો જેને માર્યો મારો પુત્ર ગણેશ,
મહાદેવે પ્રશ્નો પુછ્યા અને ક્યારે જન્મ્યા આ બે બાળકો કુખે,
ભુલી ગયા મહાદેવ તમે આપ્યુ હતુ વરદાન,પછી મેલ અંગો નો અને કર્યાં બે બાળક...
ભુલ મહાદેવની ને દુખ થયુ અપાર,નંદિને બોલાવ્યો,પરોઢ માં મળે પ્રાણી લાવો એનું મસ્તક,ગજરાજ નું મસ્તક આપી સુદ ચૌથ ને ભાદરવે સજીવન કર્યા ગણેશ,આપી વરદાન ગણેશ ને,પ્રથમ પુજા તમારી પછી બધા દેવ,સંમત વિઘન હણજો તમે કલ્યાણ કરજો માનવીનું સુખ સંપતિ આપજો ને હરજો એના દુખ,

મનાવી આપણે સૌવ ગણેશોત્સવ....

જય શ્રી ગણેશાય નમઃ

મહાદેવાયે નમઃ

માત ઉમિયાયે નમઃ

માત ઓખાયે નમ:

ઓમ નમઃ પાર્વતી પતિ મહાદેવ હર......


#જન્મ

Gujarati Religious by Deeps Gadhvi : 111408353

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now