#પુસ્તક
મારી એકલતાનો તું સારથી છે,
મારા જીવન ઘડતરનો તું હિસ્સો છે
પ્રેરણા, સમજણ અને નિર્ણયશક્તિ તો
તારી આપેલી જીવનની ઉત્તમ ભેટ છે.
આપે છે એટલું બધું તું 'કે નથી
બદલામાં તારી કોઈ અપેક્ષા.
માંગણી પર કાંઈ નથી કરતો 'તું
આ તારી કેવી નિસ્વાર્થની ભાવના?
શાબ્દિક મૌનનો આપણો સંવાદ
મારી એકલતામાં પૂરે છે જીવન.
નિર્જીવ તો હું તને કેમ કહું!
જ્યારે આપે છે તું ઉત્તમ જીવન.
મને ગર્વ છે પુસ્તક' કે
તું મારો મિત્ર છે.
- સોનલ પટેલ


"વિશ્વ પુસ્તક દિવસ ની શુભેચ્છા"

Gujarati Poem by Sonal : 111407500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now