*પતિપત્નીનો એક હ્રદયસ્પર્શી વાર્તાલાપ*

પતિ: અરે કેમ સૂતી નથી.?
પત્ની: બસ શાંતિ થી બેઠી છું.
સાચુ કહું મને રોજ થાક લાગતો
પણ તમે અને છોકરાઓ જ્યારથી
આખો દિવસ ઘરે છો ને ત્યારથી
આ થાક ઓછો થઇ ગયો છે,
ભલે કામ થોડું વધી ગયું છે, કામવાળી બાઈ પણ રજા પર છે.

છતા પણ હું રસોઈ બનાઉં,
ને તમે અંદર આવીને વાતો કરતાં
કરતાં, આગળ પાછળ બધું પડેલું
જગ્યા પર મૂકી દો છો.
હું કહું ને થોડી મદદ કરાવો
તો તરત જ તમે બોલી ઊઠો કે લાવ
હું કરી દઉં, નવરો જ છું.
આ બધુ જ મને અઢળક પ્રેમનો
અહેસાસ કરાવે છે.
બસ આટલું જ તો જોઈએ છે મારે

નાની મોટી રક્ઝક પણ, આખો
દિવસ સામસામે રહેવાથી ઝડપથી પતી જાય છે.

તમારું ઘરમાં હોવું કે
આમ વાત
કરતાં રહેવાથી ઘર એકદમ ભરેલું
ભરેલું લાગે છે.
વાતો. અને મસ્તી કરવામાં સમય પણ
ઝડપથી પસાર થઇ જાય છે.

હવે સમજાયું કે રોજ મને થાક
કામનો નહી પણ એકલતાનો
લાગતો હતો.

કંટાળો, સખત કંટાળો આવી જાય છે
કયારેક...
નઈ?
પણ મારી વાત યાદ રાખજો તમે...

પરિવાર સાથે કાઢેલા આ 21 દિવસ જીવનના અંત સુધી નઈ ભૂલો
જયારે જીવન રાબેતા મુજબ ચાલુ
થઇ જશે અને બધા પોતપોતાના
કામમાં વ્યસ્ત થઇ જશે.
ત્યારે આ દિવસોની ઉણપ વર્તાશે.

🍁💐🌷🌹🥀🌺🌸🌼🌻

Gujarati Thought by Sapna Bardai : 111402575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now