અરે, તૂ હજી કેમ સૂતી નથી..???
બસ શાંતિથી બેઠી છું..સાચુ કહું, મને રોજ થાક લાગતો પણ તમે અને છોકરાઓ જ્યારથી આખો દિવસ ઘરે છો ને ત્યારથી આ થાક ઓછો થઇ ગયો છે, ભલે કામ થોડું વધી ગયું છે, કામવાળી બાઈ પણ રજા પર જતી રહી છે.*
*છતાં પણ હું રસોઈ બનાવું ને તમે અંદર આવી ને વાતો કરતા કરતા આગળ પાછળ બધું પડેલું જગ્યા પર મૂકી દો અથવા હું કહું ને થોડી મદદ કરાવો કે લાવ હું કરી દઉં નવરો જ છું.. !! આ બધુજ મને અઢળક પ્રેમ નો અહેસાસ કરાવે છે.... બસ આટલુ જ તો જોઈએ મારે.. !!
નાની મોટી રક્ઝક પણ આખો દિવસ સામસામે રહેવાથી ઝડપથી પતિ જાય.. !!
તમારું આગળ પાછળ હોવું કે આમ વાત કરતા રહેવાથી ઘર એકદમ ભરેલું ભરેલું લાગે છે, વાતો મસ્તી કરવામાં સમય પણ ઝડપથી પસાર થઇ જાય છે..!!
હવે સમજાયું કે રોજ મને થાક કામ નો નહી પણ એકલતા નો લાગતો હતો.. !!

કંટાળો, સખત કંટાળો આવી જાય છે કયારેક નઈ?? પણ મારી વાત યાદ રાખજો તમે પરિવાર સાથે કાઢેલા લોકડાઉનના દિવસો, જીવનના અંત સુધી નહીં ભૂલો..અત્યારે ભલે કદાચ આ વાતનો મેળ ના ખાય પણ એક સમય વિત્યા પછી તો આ સારી જ લાગશે, જયારે આપણા સહુનું જીવન રાબેતા મુજબ ચાલુ થઇ જશે અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઇ જશે .. !!!

*એક પ્રેમાળ ગૃહિણીની કલમે*

Gujarati Good Evening by rupal patel : 111400975

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now