ગામને પાદર ભેડો થાતો માનહ ,
રોજ નવનીત વાતું કરતો માનહ,

કળીયુગ છે એવી નાહક ની શરતુ મુકતો માનહ,
ભલભલાને ઝપેટમાં લે એવી ફડકુ મુકતો માનહ,

ઘરડ્યા વિણ ગાડા નો ફરે ઈ મેરઠ મલકાતો માનહ,
માનસાઈમોતી પ્રગટાવવા ઘરનું દિવેલ બાળતો માનહ,

સંસ્મરણ કરી આખી નાતને રામની વાતુ કરતો માનહ,
સુખદુઃખ ને હારજીતનો આભાસ કરાવતો માનહ,

સદૈવ ઈશ્વરની કાલ-ક્રૃપા છે સમજી મસ્તક નમાવતો માનહ,
ભેડો રહી આનંદ મંગલ મોજ કરતો માનહ,

ભાઈભાઈ માં એકતા ના ડાયરા કરાવતો માનસ,
સરળ બનીને વિશ્વ માં ફરીને ગામડીયાના કટુ વેણ ખાતો માનહ,

હું તો નજારો જોઇને વર્ણન કરું છુ મારા બાહી ગામનું,
લાખોની જનમેદની મા પરખાતો મારો ગામડાનો માનહ.

Gujarati Folk by Yuvrajsinh Solanki : 111400794

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now