દેશમાં કોરોનાના પગલે લાદવામાં આવેલા લોકડાઉનની મુદત તા.14ના પુરી થઈ રહી છે અને આગામી તા.24-48 કલાકમાં લોકડાઉન લંબાવાશે કે કેમ તેના પર નિર્ણય થશે તે સમયે ગુજરાતે રાજયની હાલની કોરોના સ્થિતિ તથા સરકારે જે રીતે રેપીડ ટેસ્ટની કામગીરી શરૂ કરી છે તેથી લોકડાઉન પૂર્ણ રીતે તો ઉઠાવી શકાશે નહી તે નિશ્ચિત કરીને તબકકાવાર લોકડાઉન ઉઠાવવાની તરફેણ કરી છે.

ગુજરાતમાં હાલ જે કોરોનાની સ્થિતિ છે તેથી સમગ્ર રાજયને ત્રણ ઝોનમાં વહેચી દીધુ છે જેમાં ગ્રીન ઝોનમાં એ જીલ્લાઓ આવે છે જયાં હજુ કોરોનાના એક પણ કેસ નોંધાયા નથી. યલ્લો ઝોનમાં કોરોના કેસની સ્થિતિ નિયંત્રણમાં છે અને રેડઝોન જયાં કોરોનાના સંખ્યાબંધ કેસો નોંધાઈ રહ્યા છે ત્યાં હાલની લોકડાઉનની સ્થિતિ ચાલુ રાખીને વધુ કડક પણ બનાવી શકાય છે. જો કે રાજય સરકાર હાલ એસટી, વ્યવહાર યલ્લો ઝોનમાં મર્યાદીત રીતે ચાલુ કરવી કે કેમ તે નિર્ણય લઈ શકી નથી. લોકો સમૂહમાં બહાર આવાગમન કરે તો કોરોના સામેની તમામ તકેદારી સામે પ્રશ્ન સર્જાઈ શકે છે.

હવે આજે જે સી.એમ. કોન્ફરન્સ છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે વિચારે છે તેના પરથી ગુજરાત તેનો આખરી વ્યુહ નિશ્ચિત કરશે. જો કે લોકડાઉન ઉઠાવાય તો આ શહેરોમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા હાલ ચાલુ કરાશે નહી.

મોલ-મલ્ટીપ્લેકસને ખોલવા દેવાનો તો કોઈ પ્રશ્ન જ નથી જે લોકડાઉન પૂર્ણ ઉઠે પછી જ ખુલશે. જયારે ટ્રેન તથા વિમાની સેવા મર્યાદીત રીતે ચાલુ કરવા માટે મંજુરી અપાઈ શકે છે પણ તે માટે અન્ય રાજયોના વ્યુહ પણ જોવાશે અને આ એક રાષ્ટ્રીય નિર્ણય હશે. રાજયમાં કોરોના કલસ્ટરમાં રેપીડ ટેસ્ટની ગઈકાલે 100 કેસ વધ્યા છે અને નવા જીલ્લાઓમાં પણ 1-2 કેસ સામે આવ્યા છે. રાજય સરકાર હવે ટેસ્ટની અગત્યતા સમજીને આગળ વધી રહી છે.

#rajkot #gujarat #india #lockdown #pmnarendramodi #vijaybhairupani #rangchherajkot

Gujarati News by બાબા સત્સંગી : 111393493

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now