કદાચ ,એ અંધકાર જ હતો જે સાચો રસ્તો બતાવી રહ્યો હતો ,
અજવાળું તો રસ્તો બતાવીને પણ ભ્રમિત કરી રહ્યું હતું .

કદાચ , એ ખરાબ સમય જ મને અંદર થી મજબૂત બનાવી રહ્યો હતો,
સારો સમય તો મારી નબળાઈઓ ને સંતાડી રહ્યો હતો .

કદાચ, પડવા ની બીક જ સંભાળીને ચાલવાનું શીખવી રહી હતી,
કોઈક ના સહારે ચાલવું હું બહાદુરી સમજી રહ્યો હતો .

કદાચ ,એ એકલતા જ મારી સાથે વાતો કરી રહી હતી .
લોકોની નકામી વાતોનો તો કોઈ અર્થ જ નહોતો મળતો .

કદાચ ,હુંજ ખોટો હતો કે પોતાને સમજી ના શક્યો,
કેમકે બીજાના દૃષ્ટિકોણ માં પોતાની જાત ને શોધી રહ્યો હતો .

Gujarati Motivational by Raaj : 111391486

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now