#વસંત
વસંત નું ગીત
========================

ઉલ્ફતની અટપટી છે એ થોડી ખટપટી છે
કુરબાની છે દિલની,. દિલદારી ચટપટી છે;

બધી જ રૂખસત લાવશે અશ્રુ ખારા પણ,
મીઠા મધુરાં સ્વાદમાં,ઈબાદત અટપટી છે;

લહેરો નો ખેલ છે, હકીકતમાં ખેલ હકીકી,
વમળ છે વાસના ચિત્તની કદી ના મટી છે;

માયિક પદાર્થ માં, મોહ વ્યાપી રહ્યો સદાય,
જુઠ્ઠી જગતની આશા, એ પામવી કપટી છે

શરણાગતિ સ્વીકારી લેવી, અહં કાર છોડી,
પરમ આનંદ માં દિલ ને, સમજણ પટી છે;

===========================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111389074
Chahat 4 years ago

અદ્ભુત સર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now