#દોસ્તી હેતુની
( વ્યંગ કવિતા)

તું હારે અને હું જીતુ, બસ એહ મારો હેતુ
વારેઘડીએ આ જોને આજનું માણહ એવું કેતુ

મારા હિસાબે હેડ તું ,તો જ હાચો મારો ભેરુ
થાય તને મન તારું કરવાનું, તો રાખજે મારાથી છેટું

ના હાચ કડવું બોલી મને, આમ ના તું વેતર તું
હોય ભલે જૂઠ મીઠું, ભલા એમ મને છેતર તું

આ વ્હાલના દરિયાને ,મારે શું હગપણ  રેતું
કર સાબિત આ ભઈબંધીને, એજ વળગણ રેતું

ના લેશ મને " ભાવુ "તારી પરવા, પછી ભલે વિરહનો સેતુ
બસ હોય મારો જ વટ મહિમા, એજ મલે મહોરું પેર તુ
ભાવના જાદવ(ભાવુ)

શબ્દાર્થ

તળપદા શબ્દો નો અર્થ

માણહ - માણસ.             એહ - એજ
હાચ - સાચ, સત્ય.           હેડ - ચાલ
હાચો ભેરુ - સાચો મિત્ર.    છેટું - દુરી રાખવી
વેતર - દુઃખી કરવું.             હગપણ - સગપણ, સંબંધ
વણગણ - લગાવ , (અહીં જક્કી વલણ)
મહોરું - જૂઠો દેખાવ

Gujarati Poem by Bhavna Jadav : 111384718

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now