*હરિ કથા સત્સંગ*
ચૈત્ર નવરાત્ર ના અનુષ્ઠાન પૂર્ણ થયા છે પણ અત્યંત ગંભીરતાથી આપણે એ વાત ધ્યાનમાં રાખી એ આપણું બહુ મોટું અનુષ્ઠાન હજી અધૂરું છે દેશ અને દુનિયાના આ સંકટના સમયે ભારત અનુષ્ઠાન કરી રહ્યું છે અને વિશ્વના પ્રેરણા આપી રહ્યું છે એ ૨૧ દિવસનું અનુષ્ઠાન ચાલુ રહેશે રાષ્ટ્રીય અનુષ્ઠાનના આજના દસમા દિવસે પૂ.બાપુએ વૃંદાવનના બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતી જી ને યાદ કરતા કહ્યું કે આપણે જીવીએ છીએ અને જીવની માંગના 8 કેન્દ્રબિંદુ છે શાંતિ શક્તિ સ્વાતંત્ર્ય સૌંદર્ય અમરત્વ જ્ઞાન આનંદ અને પ્રેમ આપણા સૌની મૌલિક માં હોય છે કોઈ પણ ધર્મનું અવલંબન કરતા હોય એનાથી ફર્ક નથી પડતો પરંતુ સહુ 8 વસ્તુની ઇચ્છા રાખે છે યદ્યપિ વ્યક્તિગત જીવનમાં ક્યારેય કોઈ પાસેથી કશું માગવું નહીં એવા સ્વભાવના આધારે જીવી રહ્યો છું.
બદાયુ સાહેબનો એક શે'ર છે
તેરી આંખે સવાલિયા ક્યુ હૈ? મૈં કિસી કામસે નહીં આયા શાયર કહે છે કે ચિંતા ન કર. હું કોઈ કામથી નથી આવ્યો. આપણા જીવનની કેટલીક કમજોરી હોય છે અપવાદરૂપ હોય એવી વ્યક્તિઓની વાત અલગ છે.
પૂજ્ય બાપુએ કહ્યું કે ગુરુકૃપાથી હું જે કંઈ પામ્યો છું, યથા સમય, યથાસમજ, યથા પાત્રતા - એ હું આપની સમક્ષ વહેંચું છું.પૂજ્ય બાપુએ વ્યાસપીઠના શ્રોતાઓને આશ્વાસન અને પ્રસન્નતા મળે એવી વાત કહેતા જણાવ્યું કે રામકથા દરમિયાન જેમ સહુ જિજ્ઞાસુ વ્યાસપીઠને પ્રશ્ન પૂછે છે એમ અત્યારે પણ પોતાને લખીને કોઈપણ શ્રોતા જીજ્ઞાસા મોકલી શકે છે.
બાપુએ સંવાદનાં અનુસંધાનમાં કહ્યું કે ગુરુકૃપાથી  આ આઠે વસ્તુ રામચરિત માનસમાંથી મળે છે.

પ્રથમ તો શાંતિ. માનસ આપણને શાંતિનું વચન આપે છે.
"શાન્તમ્ શાશ્વતમપ્રમેયમનઘમ્ નિર્વાણ શાંતિપ્રદમ્...."
આજે ચારે તરફ અશાંતિ છે, ત્યારે ખારા સાગરમાં માનસ જાણે કે મીઠી વીરડી છે. ગામડામાં નદીની રેતીમાં વીરડો હોય છે, જેમાંથી જળ મળે છે. એમાં કોઈ હેન્ડપંપ લગાડવાની જરૂર નથી. એના પર હેન્ડપંપ કે મોટર લગાડવા, એ તો હિંસા છે. એને તો પોતાના હાથથી ઉલેચીએ, તો જ નવી સરવાણી- નવો પ્રવાહ - મળે છે. માનસનો સ્વાધ્યાય કરતાં કરતાં એ અનુભવાયું છે, કે *માનસ શાંતિ પ્રદાન કરે છે.* યથા પાત્રતા, યથા માત્રામાં આપણને માનસમાંથી શાંતિ મળે છે.
બીજી માંગ છે - શક્તિ. નિર્બળ કોણ રહેવા ઇચ્છે છે? કેવળ શરણાગતને નિર્બળ રહેવાની છે. કારણ કે તે જાણે છે કે 'નિર્બલ કે બલ રામ'. કોઈ પણ શક્તિનો મોટો ખતરો અહંકાર છે! સાધુ (અહંકારથી) બચી રહેવા ઇચ્છે છે, તેથી તે રાંક- દીન- બનીને રહેવા માગે છે.
રામચરિત માનસમાંથી આપણને શક્તિ પણ પ્રાપ્ત થાય છે. લંકા કાંડમાં ભગવાન રામ વિભિષણ સાથે ધર્મરથ વિશે સંવાદ કરે છે ત્યારે કહે છે કે,
' દાન પરસ બુધિ શક્તિ પ્રચંડા' - દાન ફરસો છે અને બુદ્ધિ પ્રચંડ શક્તિ છે. રામચરિતમાનસ આપણને બુદ્ધિશક્તિ- પ્રજ્ઞાશક્તિ- પ્રદાન કરે છે.
જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણાનિધાન કી...
મલયુક્ત બુદ્ધિ પ્રચંડ વિસ્ફોટ કરે છે, અને નિર્મળ મન અકથનીય વિશ્રામ તરફ દોરી જાય છે. માનસ સર્વને માટે શ્રેયસ્કર એવી શક્તિ આપણને આપે છે.
ત્રીજી છે- સ્વતંત્રતા.આપણે સહુ સ્વાધીનતા ઇચ્છીએ છીએ.
'પરાધિન સપને હું સુખ નાહિ....'
માયાને કારણે આપણે પરવશ થઈ ગયા છીએ, જ્યારે પરમાત્મા સ્વવશ છે.
'પરબસ જીવ સ્વબસ ભગવંતા
જીવ અનેક એક શ્રીકન્તા'
માનસમાંથી આપણને સ્વાતંત્ર્યનો બોધ મળે છે.

Gujarati Motivational by મનોજ જોશી : 111384532

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now