#પુસ્તક ...!!!

ડિયર જિંદગી,
તને સમજતાં મને થોડી વાર લાગશે
અને કદાચ;
એટલે જ મારે તને વાંચવી પડશે.
સમજીશ જ્યારે તને, તું દસ્તક આપીશ મને...
મારાં અસ્તિત્વનાં બારણે પન્ના નો ફરફરાટ (ટકોરા) સંભળાશે
હું ફરી જીવંત થઈ ઊઠીશ; તારાં પુસ્તકીયા હૈયે.

શું કરું..!
મારાં હૃદયનાં જુનાં પાનાં ઉધઈ લાગેલાં છે,
તોય મારી ડાયરીનાં પાને પાને મહેકીશ તું...
અને હા,
બંધ આંખે તને વાંચું એટલે મારાં બત્રીશે કોઠે દીવા ઝળહળે...!!!

Gujarati Blog by HARSHADBHAI T KOTADIYA : 111384387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now