सियराम मय सब जग जानी। करउं प्रनाम जोरी जुग पानी।।
રામ કથા નિત્ય નૂતન છે. આ મારું શાબ્દિક નહીં, પણ હાર્દિકને નિવેદન છે. ગુરુકૃપાથી, શાસ્ત્ર કૃપાથી અને મારા સાધુ ક્રમ પ્રમાણે, મહારાજ દશરથ ધર્મધુરંધર હતા. અવધના ચક્રવર્તી સમ્રાટ હતા. કૌશલ્યાદિ એમની પ્રિય પ્રાણીઓ અને સૌના પવિત્ર આચરણ હતા. હરિપદ કમલમાં વિનીતભક્તિ કરનારો પરિવાર હતો. પણ મહારાજ દશરથજીને એક જ વાતની ગ્લાની હતી કે 'મારે એક પણ પુત્ર નથી. અને રઘુવંશ અહીં સમાપ્ત થઈ જશે, મારો કોઇ વારસ નહી રહે.' આ ગ્લાની, વેદના, પીડા, દર્દને પોતાના ગુરુ પાસે તે વ્યક્ત કરે છે. અને ગુરુ તેમને યજ્ઞની વિધા બતાવે છે. સ્નેહ અને ભક્તિથી યજ્ઞમાં આહુતિઓ અપાય છે. આખરે યજ્ઞના ચરુના રૂપમાં મળેલો પ્રસાદ વહેંચવાથી રાણીઓ સગર્ભા થાય છે. - આ કથા તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ મેં આપને કહ્યું તેમ, રામકથા નિત નૂતન છે. આ તો ત્રેતાયુગમાં ઘટેલી ઘટના છે. રામચરિત્ માનસને કારણે ઘટઘટ અને ઘરઘર સુધી પહોંચી છે.એવા રામચરિત્ માનસનો પ્રાગટ્ય દિવસ પણ આજે જ છે.
नौमि भौभ बार मधु मासा। अवधपूरी यह चरित प्रकासा।।
जेहि दिन राम जनम श्रुति गावई। तीरथ सकल तहां चली आवई।।
શ્રુતિ કહે છે કે -
अयम् मे हस्तो भगवान।
બાપુએ કહ્યું કે - *'હાથમાં રામચરિત્ માનસને લઉં છું, શ્રીમદ્ ભગવદ્ ગીતા કે શ્રીમદ્ ભાગવત અથવા ભારતીય મનિષિઓના કોઈપણ ગ્રંથને ઉઠાવું છું, ત્યારે હું અનુભવ કરું છું, કે મારા હાથ પરમાત્મા છે!"*
એટલે જ આપણે ત્યાં કહેવાયું છે કે- 'અપના હાથ જગન્નાથ.'
જે દેહમાં મનુષ્ય રુપમાં છીએ, ત્યાં કોઇ સ્થાને, કોઈ ક્લેશ ન હોય, સંઘર્ષ ન હોય, દૂર્વાદ ન હોય, વિવાદ ન હોય, તિરસ્કાર ન હોય,કેવળ સંવાદ હોય!
બ્રહ્મલીન પૂજ્યપાદ રામચંદ્ર ડોંગરેજી બાપાની કથામાં મેં સાંભળ્યું કે' *કલહ વગરની કાયા અવધ છે.'*
એવો દેહ જે આંખોથી, જીભથી કે હાથોથી વધ કરે! - એવું શરીર જ અયોધ્યા છે. આ દેહરૂપી અયોધ્યામાં વસતો જીવ દશરથ છે. એવા જીવને જ જીવ માનવો જોઈએ, જેની પાસે દસ રથ હોય. દસે રથના ઘોડાઓની લગામ પકડીને, સુમાર્ગ પર યોગ્ય રીતે રથને ચલાવીને મંઝિલ સુધી પહોંચાડી દે, એવો જીવાત્મા દશરથ છે.આવા धर्मधूरंधर गुणनिधि ज्ञानी મહાપુરુષ, જેની પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એનાં નિયંત્રણમાં છે. એટલે જ તેઓ સુદિશામાં, સુગતિથી, સુલક્ષ તરફ રથને લઈ જાય છે. પણ અગિયારમી ઇન્દ્રિય- જેને વેદાંત મન કહે છે- ગ્લાની અનુભવે છે.
જ્ઞાનેન્દ્રિયમાં કે કર્મેન્દ્રિયમાં ગ્લાની નથી થતી. જ્યારે પણ ગ્લાની થાય છે, ત્યારે મનને જ થાય છે. દશરથ ગ્લાનીગ્રસ્ત ઇન્દ્રિય- મનને ગુરુદ્વારા પાસે લઈ જાય છે.
હાની અને ગ્લાનીમાં અંતર છે. હાની સદાય બહાર થાય છે. આપણા પૈસા કોઈ છીનવી ગયું હોય, કે આપણું સ્થાન કોઈએ ઝુંટવી લીધું હોય તે હાની છે. જ્યારે ગ્લાની સદા ય ભીતર થાય છે. મહારાજ દશરથજીને હાની નથી થતી, મનમાં ગ્લાની થાય છે. મનને ગ્લાની થઇ, ત્યારે દશરથજી બીજે ક્યાંય નથી ગયા, પોતાના જીવનરથ ને ચલાવીને, પોતાના ગ્લાનીગ્રસ્ત મનને લઈને તેઓ ગુરુના દ્વારે જાય છે. રાજદ્વાર આજે ગુરુદ્વારે જાય છે. ગુરુ જ એક માત્ર ઉપાય છે- બાપુએ કહ્યું કે- "હું શીખ નથી આપતો, ગુરુ પાસેથી જે શીખ્યો છું, એ પ્રસાદના રૂપમાં વહેંચું છું. દાદાજી કહેતા કે હાની લઈને ગોવિંદ પાસે જવું, ગ્લાની લઈને ગુરુ પાસે જવું. ગ્લાની એટલી ગોપનીય છે, કે અહીં તહીં ન ગવાય, કેવળ ગુરુ પાસે જ પ્રસ્તુત કરી શકાય.

Gujarati Motivational by મનોજ જોશી : 111383580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now