પૂજ્ય બાપુએ કહ્યું કે -' આજે આખો દેશ અને દુનિયા આ હાહાકાર વેઠી રહ્યા છે, ત્યારે આપણે વિચારોથી સહુ સાથે જોડાઇને, પોતપોતાની આસ્થા અનુસાર, કોઈ પરમને પોકારી રહ્યા છીએ. આ એવું સંકટ છે, જેનાથી *ડરવાની જરૂર નથી, પરમતત્વ અંતતોગત્વા શુભ જ કરશે. પણ સાવધાની રાખવી આવશ્યક છે.* બહુ તર્ક-વિતર્કમાં આપણે ન જઈએ.
એ વખતે પણ બ્રહ્મા, મનુષ્યો અને દેવોમાં વિચારભેદ થાય છે, ત્યારે પિતામહ બ્રહ્માએ શિવને પૂછ્યું છે કે 'આપનો શું અભિપ્રાય છે?' તે વખતે શિવજી કહે છે કે-' મને ચિંતા ય થાય છે અને હસવું પણ આવે છે.
ધરતી પરની આફતની ચિંતા છે અને મનુષ્યના મતમતાંતર પર મને હસવું આવે છે!'
આજે સ્થાનાંતર, દેશાંતર, ભાષાંતર, રૂપાંતર, વસનાંતરની કોઈ જરૂર નથી, કેવળ ભાવાંતરની જરૂર છે.'
શિવજી કહે છે કે -
हरि व्यापक सर्वत्र समाना।
प्रेम ते प्रकट होहि मैं जाना।। પરમાત્મા એટલે કોઈ શુભત્વ. *પરમ તત્વનાં - શુભત્વનાં- પ્રાગટ્ય માટે પ્રેમ બહુ જરૂરી છે.*
सहनाववतु सहनौभुनक्तु -આપણે સૌ સાથે મળીને ગાઈએ, પ્રાર્થના કરીએ. પરમાત્માની પ્રાપ્તિ માટે આપણે ક્યાંય - એક કદમ પણ- જવાનું જરૂરી નથી. જ્યાં છીએ, ત્યાં જ થંભી જવાનું છે.
શિવજી પાર્વતીજીને કહે છે કે એ વખતે -
मोर बचन सब के मन भावा।
साधु साधु कही आप बखाना।।
પ્રાર્થનામાં બંધારણ હોય છે. તે મીટરમાં ચાલે છે. એનું નોટેશન થાય, કમ્પોઝીશન થાય... પોકારમાં કોઇ કમ્પોઝિશન કે નોટેશનની જરૂર નથી. સૌનું પોત પોતાનું ભીતરી કમ્પોઝિશન હોય છે. પક્ષી પોતાના ટહુકાથી, નદી પોતાના કલકલ નાદથી અને વાયુ પોતાની રીતે એક  પોકાર કરે છે.
અને આખરે બધા સાથે મળી અને સ્તુતિ કરે છે- પ્રાર્થના કરે છે.

जय जय सुरनायक जन सुखदायक
प्रनतपाल भगवंता।
गो द्विज हितकारी जय असुरारी सिंधु सुता प्रिय कंता।।
पालन सुर धरनी अद्भुत करनी मरम न जानइ कोई।
जो सहज कृपाला दीनदयाला करउ अनुग्रह सोई।।
जय जय अबिनासी सब घट वासी व्यापक परमानंदा।
अबिगत गोतितं चरित पुनीतं
मायारहित मुकुंदा।।
जेहि लागि बिरागी अति अनुरागी बिगत मोह मुनिबृंदा।।
निसि बासर ध्यावहिं गुनगनगावहिं
जयति सच्चिदानंदा ।।
जेहिं सृष्टि उपाई त्रिबिध बनाई संग सहाय न दूजा।
सो करउ अघारी चिंत हमारी जानिअ भक्ति न पूजा।।
जो भव भय भंजन मुनि मन रंजन गंजन बिपति बरुथा।
मन बच क्रम बानी छाड़ि सयानी सरन सकल सुरजूथा।।
सारद श्रुति सेषा रिषय असेषा जा कहूं कोई नहीं जाना।
जेहि दीन पियारे बेद पुकारे द्रवहु सो श्रीभगवाना।।
भव बारिधि मंदर सब बिधि सुंदर गुन मंदिर सुखपूंजा।
मुनि सिद्ध सकल सुर परम भयातुर नमत नाथ पद कंजा।।
હે પરમ પિતા! જ્યારે આપે સૃષ્ટિ નિર્મિત કરી, ત્યારે આપને કોઈની સહાયની જરૂર નથી પડી. હે પ્રભુ! તમે આજે અમારી પ્રાર્થના સાંભળો! યદ્યપિ અમારામાં કોઈ પૂજા નથી અમારી એવી કોઈ સાધના નથી. છતાં અમે આપની શરણમાં આવ્યા છીએ.
પરમાત્મા કહે છે કે- 'એકવાર કોઈ મને પોકાર કરીને મારાં શરણમાં આવી જાય, તો હું એને અભય કરી દઉં છું.'
ભગવાનના ભક્તોની ચાર શ્રેણી છે- એમાંની એક છે 'આર્ત.'
સહુ જ્યારે આર્તનાદ કરે છે, ત્યારે આકાશવાણી થાય છે. અને પરમાત્મા કહે છે કે- 'ધૈર્ય ધારણ કરો. હું આવીશ. મારા અંશોને સાથે લઈને આવીશ.'- સૌ ને આશ્વાસન આપે છે.
બાપુએ કાગ બાપુને યાદ કરતાં ગાયું-
' મંથનની ગોળીને તળિયે ઝેર હશે તો નીકળશે
કાં જગ સળગીને ભસ્મ થશે કાં કોઈ જટાધર જાગી જશે.

Gujarati Motivational by મનોજ જોશી : 111382354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now