"નિજ માં"
નિજ વિશે ની જાણ નિજ માં જ છે,
ને દુન્યવી રમખાણ નિજ માં જ છે.
જન્માંતરોથી જે હજી જડતી નથી,
અજવાસ ની એ ખાણ નિજ માં જ છે.
એ પર(બીજા) માં મને ક્યાંથી મળે ?
જેનું અસલ રહેઠાણ નિજ માં જ છે.
ક્યાંયે કશુંયે શોધવા જેવું નથી,
જે ભીતરનો ભંડાર નિજ માં જ છે.
અંગાર ની પાસે જતા મને રોકી રહ્યું,
"દિનેશ" એ ખેંચાણ નિજ માં જ છે.
#Private

Gujarati Poem by Dinesh : 111380697

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now