માનવજાતે કરી લીધા ઘણા હીન કૃત્ય,
પ્રકૃતિ રિસાઈ હવે છે કરે એ તાંડવ નૃત્ય,
ઓછા વિકસિતમાં ઓછો ને વિકસિત દેશમાં મોટો,
નરસંહાર કરીને પ્રકૃતિ વીંઝે સંતુલનનો સોટો,
મરઘી મારી, ગૌવંશ માર્યું, માર્યા ચામાચીડિયા,
ડહાપણ હવે વહેંચી રહ્યા પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયા,
કરચલા ને ઝીંગા ખાધા, ખાધા અજગર - સાપ,
માણસ બિચારો બની ગયો, કુદરત બની છે બાપ,
બ્રિટનનો પ્રિન્સ હોય કે યુકેનો વડાપ્રધાન,
હોદ્દો જોઈને કુદરત કરશે નહીં સમાધાન,
કુદરત રીઝે તો જ હારશે કોવિડ નાઇન્ટિન,
માણસ સુધરી છોડી દે કરવાના કૃત્ય હીન

- હિરેન નથવાણી
#પાસવર્ડ

Gujarati Poem by Hiren Nathvani : 111378992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now