જે રસ્તા પર હું ચાલુ છું
મને ખબર ન હતી કે
આગળ જવાનું ક્યાં છે
છતાં ચાલી રહ્યો છું.

અને જે રસ્તાથી અહીંયા સુધી આવ્યો છું
એ રસ્તા પર એમ જ પગલાં દેખાતા હતા.
છતાં પણ હું પાછો વળીને જઇ નથી શકતો

મન મા થાય છે કે કાશ
એક પણ ઈચ્છા પુરી કરવાનો
મોકો આપ્યો હોત.

તો પાછો ત્યાં જાત જ્યાંથી
આ બધું ચાલુ કર્યું હતું.
એ વ્યક્તિ માટે, સપના માટે ,
એ યાદો માટે

ઊંડે સુધી જઈ આવતો
કારણ મારે પોતાને મળવું હતું

અને મળવું હતું એ લોકોને
જે મારી સાથે હતા
જે કૈક અલગ જ હતા અને
આજે બદલાઈ ગયા છે.

આજે અજાણ્યા છે
એ લોકો જે મારી આસપાસ બેસ્યા છે
કૈક અલગ લાગી રહ્યું છે

આ ચહેરાઓ તો જાણીતા છે પણ
એ યાદો વિખેરાઈ ગઈ છે
હું જ ખોવાઈ ગયો છું...

વિશ્વાસ રાખો બધી જ વાત મા
પોતાનાથી ખોવાઈ જવું
મોત સમાન છે..

ફોટો હાથ માં લઈને પૂછી ન શકું
કે આને ઓળખો છો...?

પેપર માં છપાવી ન શકું
કે હું ખોવાયો છું...

પોતાની હાલત કહી ન શકું
કે કોણ છોડી ગયું..
કારણ હું પોતે જ પોતાનાથી અલગ છું...

હવે યાદો સાથે પણ હાર જ મળે છે..
એ જિંદગી નથી જે પહેલા હતી.

ભલે જીવું છું પણ
અર્થી ખભા વગર જ ઉઠી ગઇ.

બસ હવે અફસોસ જ કરી શકું છું
બસ એકવાર મળવું છે મને પોતાને

જોવું છે કે હું આજે કેટલો
બદલાઈ ગયો છું

કે હજુ સમય બચ્યો છે
મારી પાસે જિંદગી જીવવા માટે

હું ખાલી એક ખાલી ખોખું
જેમાં સપના, યાદો,
દર્દ સિવાય બીજું કાંઈ જ નથી...

હું મને ક્યાંક મૂકી આવ્યો છું
મારે પાછું ત્યાં જ જવું છે...

Gujarati Poem by gandhi : 111377581

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now