ખપી જવાનું ક્યાં કોઇ કહે છે,
થોડાક ખમી જાઓ તો સારું.,
મા ભોમની હાકલ પડી છે,
થોડાક જાગી જાઓ તો સારું,
દોડીને મળવાનું કોણ કહે છે,
થોડાક છેટા રહો તો સારું,
સાત વાર ન્હાવાનું કોણ કહે છે,
રસ્તામાં થૂંકો નહીં તો સારું,
માન મયાઁદા રાખવા કોણ કહે છે,
મોંઢે માશ્ક પહેરી તો સારું,
ઘર છોડી યુધ્ધે ચડવા કોણ કહે છે,
સપરિવાર ઘરમાં રહો તો સારું,
મંત્ર,જાપ,માળા કરવા કોણ કહે છે,
કોરોનામાં નિરોગી રહો તો સારું,
તમે જ ભલા છો,બુરા કોણ કહે છે,
રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય રહો તો સારું.

*જાગતે રહો... જગાતે રહો*...

શુભ સવાર

Gujarati Poem by Naranji Jadeja : 111375883
Shefali 4 years ago

જોરદાર 👍🏼👌🏼🙏🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now