કોરોના
માનવતા પાઠ શીખવતો કોરોના,
વિશ્વમાં પ્રકોપ ફેલાવતો કોરોના.
સૌને માંસાહાર ભોજન ભુલાવી,
શાકાહારી ભોજન જમાડ્તો કોરાના.
ઘર આંગણે પ્લાસ્ટર તોડાવી.
તુલસી નો છોડ વવડાવતો કોરોના.
પિઝા ને બર્ગર ની આદત છોડાવી,
ઘરનું પોષ્ટિક ભોજન જમાડતો કોરોના.
પશુ-પક્ષીઓની વેદનાં યાદ કરાવી,
સૌને ઘરમાં કેદ કરાવતો કોરોના.
કૂટેવ આપણી હાથ નહિ ધોવાની,
તેથી વારંવાર હાથ ધોવડાવતો કોરોના.
પૈસા માટે ખુબ દોડ્યા, પરિવારને ભુલાવી,
આજ સ્નેહે પરિવારને મળાવતો કોરોના.
હાથ સ્પર્શના જાતીય અડપલાં મિટાવી,
બે હાથ જોડીને નમસ્તે કરાવતો કોરોના.
માત પિતા અને ગુરુની ગરિમાના જાળવી,
તેથી આજ ખુદ પાઠ ભણાવતો કોરોના.
પાપ કબૂલ કરી જાડેજાએ હોડી તરાવી.
તેથી પાપીઓના પાપ, યાદ કરાવતો કોરોના.
પાપ કબૂલ કરી, સૂર્યનારાયણને માસ્તક નમાવી.
કોરોના પ્રકોપથી સૌને બચાવે સ્નેહપ્રાર્થના..
-અશ્વિન"સ્નેહ" કે પાટણવાડીયા

Gujarati Thought by aswin patanvadiya : 111373510

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now