એમ તો જણાય છે બધું બરોબર
પણ
ક્યાંક કંઇક ખૂંચે છે ખરેખર
નાક, નકશો, પ્રતિભા, બધું બરોબર
પણ
કોણ જોઈ શકે ભીતર શું ખરેખર ?
શ્રધ્ધા, ભક્તિ, પૂજા, જાપ બરોબર
પણ
મનના વિચારો શું હશે ખરેખર ?
અંદર બહાર, દ્રશ્ય અદ્રશ્ય નો આ ખેલ ખરેખર
પણ
ક્યારેય ક્યાં કોઈને ઓળખાય બરોબર ?
ભેદ, ભરમ, ધરમનાં આ ચક્કર ખરેખર
પણ
સમજાય કોને છે ક્યારેય બરોબર ?
લાગે છે મારી આ વાત સહેજ પણ બરોબર ?
ખરેખર ?

#બરાબર

Gujarati Poem by Deepak Antani : 111371779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now