(ભુલ થી ભુલા પડ્યા લાગો મહેમાન)

આંખના ખૂણે બાજી ગયેલા તારી રાહ જોતા હોઈ એમ જાણે સરોવરમાંથી ઝાકળ થઈ વાદળ બની હળવેકથી ઓશરેલા ને જાણે કમોસમી વરસાદમાં વરસતા માવઠા ના હેલા ને હજુયે આથી આગળ લખું તો જાણે નાજુક સ્મિત રેલાવતા ને હૈયાની વરાળ ઠાલવી દેવા થનગનતા આ લાગણીભીના પાંપણે આવી તારી યાદોનાં ટકોરા દેવા ઝળઝળિયા આવ્યાં છે એજ મારી તને પહેલી નજરનો પ્રેમ કરી બેઠો તો ને એ આંખે..!
ચાલને આને વહિ જવા દઉં કારણ હવે શૂકુન મળે છે..,
પણ ના એવુંય થતું નથી’ તું હજુય છે ક્યાંક મારા વિચારની આસપાસ હા I knew that કે હવે પહેલાની જેમ વાતો નથી થતી કારણ એ “તું અને હું” ના સરવાળે થતો #આપણો સંબંધ નથી રહ્યો ને so હવે આ બધુ વિતી ગયેલો વાયરો છે ને એ વાયરા ની વાયકા પણ કેવી કે આંખ બંધ કરતા જ નજર સામે તને મહેસુસ.., તને જોઈ શકું આજે પણ અંકબંધ એવી ને એવી જ..,
આનાથી વિશેષ તો શું લખું હું હવે તને..,

#તું ને તારી યાદો

Insta @શબ્દો નો શુભઆરંભ
Insta @mysterious_madhav

Gujarati Microfiction by M Edward Patel : 111371152

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now