દર્દ થાય છે, જાત ને સંકેલી રહ્યો છું!
વેરાઈ હતી જ્યાં ત્યાં ગમે ત્યાં!
વાળી-વાળીને મારામાં ભરી રહ્યો છું!
દર્દ થાય છે, જાત ને સંકેલી રહ્યો છું!
ઉડવા મળ્યું તું આકાશ આખું ...
લાગ્યું એ મને મારું ઉડાય એટલું ઉડીને...
બહું દુર નિકળી ગયો છું હું....
દર્દ થાય છે! હવે પાછો ફરી રહ્યો છું!
ને છાયા તમારી અમી દ્રષ્ટી ની લાગી મને શાતા આપનારી...
મળી શાતા ત્યાં સુધી મે લીધી!!
હવે દર્દ થાય છે!! આ સ્થાન છોડી રહ્યો છું....
દર્દ થાય છે, જાત ને સંકેલી રહ્યો છું
આ જે હતો ગઈકાલ સુધી!!
એ તો મૂળે ય હું ન જ હતો!!
સિંચાયું આ વાતાવરણ એટલે ખીલ્યો હતો!!
હવે મને દર્દ થાય છે, હવે હુ મૂળમાં પાછો ફરી રહ્યો છું.
ને શ્વાસ પણ હતા કેટલા મારી પાસે શ્વસવા માટે? કે
હતા કેટલા સ્થાન મારે વસવા માટે???
ખબર જ નહતી ને છે પણ નથી!
પણ હવે દર્દ થાય છે!
ઉચ્છવાસો મારા પાછા ફેફસામાં ભરી રહ્યો છું,
દર્દ થાય છે, જાત ને સંકેલી રહ્યો છું
ક્યાં છે મંઝિલ મારી ને ક્યાં જવા હું આ સ્થાન છોડી નિકળ્યો છું?
ખબર નથી!
પણ...હવે દર્દ થાય છે હું મને પાછો મારામાં પેક કરી રહ્યો છું....
અંત વિનાની મિસાફરીએ નિકળી રહ્યો છું.....દર્દ થાય છે, જાત ને સંકેલી રહ્યો છું!
ને દોસ્તો એટલી બધીય દોસ્તી ગાઢ ન બનાવો....
સ્વભાવ હતો મારો તો ગમે ત્યાં વરસી જવું......
તમે જેને ઓળખતા હતા એ તો હું મૂળેય ન હતો.....
છોડી રહ્યો છું સ્થાન સાથે સ્વભાવ પણ....
કારણ કે.....ઢોળાયેલી મારી જાત શંકેલી રહ્યો છું......
ને પ્રભુની લીલા હેઠળ રાચતો હું.....
ક્યાંય ટક્યો કે અટક્યો નથી!!.....
બસ યાદો નાં પોટલા નો ભાર ખડકી સતત મુસાફરી આજ સુધી કરતો રહ્યો છું !
ને આજે......દર્દ થાય છે, જાત ને સંકેલી રહ્યો છું!!
વાતાવરણ જે આપ્યું મને.....તમે લોકો એ........
હં મારી અંદર થી બહાર ડોકાયો હતો ....
પણ હવે
દર્દ થાય છે.... બહાર થી ભીતરની મુસાફરી એ....જઈ રહ્યો છું......
જે કંઈ હતો હું એ તો તમે બતાવેલો મને અરીસામાં એ પ્રતિબિંબ ની એક ઝલક હતો.....
હવે દર્દ થાય છે...અરીસા આગળ થી સરકી રહ્યો છું......
યાર...શું કામ મને મારી સાથે ઓળખાણ કરાવી તમે લોકોએ???
હવે દરદ થાય છે..... હું મને ને મારી જાત ને છોડી રહ્યો છું!
દર્દ થાય છે, જાત ને સંકેલી રહ્યો છું
👉મારો મારી સાથેનો નાતો!! #સંબંધ

Gujarati Poem by RajNikant PaTel : 111370397

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now