વાતોના વડા -૧ :

આ મારી ફ્રેન્ડ દિશા છે ને, એની સાથે તો કોઈ દિવસ વાત જ ના કરાય હોં, તમે દિશાહીન જ થઈ જાવ. કારણકે અે વાત કરતી જ નથી, બધી વાતો માં માંડી ને વાર્તા જ કરે.

હમણાં ધુળેટી ગઈ, પછી એને મળવાનું થયું . તો મેં કહ્યું, " હોળી માં તારા ઘરે લાડુ નો પ્રસાદ ધરાવે ? "

ને એણે ચાલુ કર્યું," તું પૂછ જ નહીં યાર.તને ખબર છે મારા દાદા ને દાદી એવા ભગત ને ..ભગવાન માં ખૂબ માને. આમ મારા મમ્મી પપ્પા પણ કંઈ ઓછા ધાર્મિક નહીં, હોં. પણ દાદા ને દાદી તો જાણે અંધશ્રદ્ધાળુ હોય એટલી ભગવાન માં શ્રદ્ધા ધરાવે. આખો દિવસ અે ને એમના ભગવાન..જ્યારે જોઈયે ત્યારે બસ ભજન, માળા, કીર્તન , વગેરે જ ચાલતું હોય ! "

મેં કહ્યું, " પણ હવે તો તું ૪૦ ની થઈ અને ૧૭ વર્ષ થી તો તારા સાસરે રહે છે ને ! આમાં તારા દાદા દાદી ની ક્યાં વાત આઇ ? "

અરે, તો સાંભળ તો ખરી . હું એમ જ કહું છું કે સાસરે મારા સાસુ સસરા પણ ધાર્મિક તો ખરા , પણ મારા પિયર જેવું ગાંડપણ નહીં , હોં. ભગવાન ની ભક્તિ કરે ખરા, પણ બધું માપ માં ..

"પણ મેં તને એમ પૂછ્યું કે તમે લોકો હોળીમાં લાડુ ધરાવો ? "

અરે, તું સાંભળ ને , અે જ તો કહું છું. સાસુ અે કહ્યું કે બેટા, હોળી છે, તો પ્રસાદ માં ધરવવા લાડુ કરજો. મેં તો કંઈ કાને નહોતું ધર્યું પણ પવને પણ મને કહ્યું, કે લાડુ બનાવવાની છે તું ? એટલે મને લાગ્યું કે માએ દિકરા જોડે કહેવડાવ્યું છે, એટલે હશે તારે , હું બનાઇ દઉં.

મેં સાસુમા ને પૂછ્યું, કે મમ્મી, લાડુ શેના બનાવવા છે ? ઘઉંના, ચોખા ના કે ચણા ના લોટના ?
એમણે કહ્યું, તને ફાવે એ.
એટલે મેં કહ્યું કે સારું ઘઉં ના જ બનાવીએ.
પણ ગોળ ના કે ખાંડ ના ?
એમણે કહ્યું, તને જે અનુકૂળ પડે અે !
એટલે મેં કહ્યું સારું ખાંડ ના જ કરીએ.
તો મેં પૂછ્યું, બૂરું ખાંડ ના કે દળેલી ખાંડ ના ?
એમણે કહ્યું, ઘર માં જે પડ્યું હોય એના ,
તો મેં કહ્યું, વધુ ઘી નાખી ને લાડુ કરવાં છે કે છુટ્ટું ભભરું રાખશું ?
એમણે કહ્યું, તને ફાવે એમ !

દિશા તો પછી તેં કેવા બનાવ્યા ? "

" ક્યાં થી બનાવું ?, પૂછીએ તો ય કશા સરખા જવાબ ના આપે , તો ખાક બનાવું ? "

તો શું કર્યું ? હોળી માં લાડુ ના ધરાવ્યાં ?

"ધરાવ્યાં ને ! હું બહાર થી ૨૫૦ ગ્રામ તૈયાર જ લાડુ લઈ આવી, અે ધરાવ્યાં."

મેં કહ્યું, " હે ભગવાન ! "

Gujarati Funny by Amita Patel : 111366247
Tinu Rathod _તમન્ના_ 4 years ago

અરે ના રે અમને તો વાંચવાની બહુ મજા પડે છે. તમે પાછો લઈ આવો વાઘને.. અને ફરીથી એની સાથેના અનુભવો કહો.. 😊😊

Amita Patel 4 years ago

ખૂબ આભાર ટીનુ ...સો સ્વીટ ઓફ યુ .. મને તો લખવાની બહુ મજા પડતી પણ કોઈ ને વાંચવાની પડતી નહોતી , એમ લાગ્યું એટલે મેં વાઘ ને જંગલ માં પાછો મોકલી દીધો

Tinu Rathod _તમન્ના_ 4 years ago

હું પણ મજામાં..તમને અને તમારા વાઘને બહું યાદ કર્યા..

Amita Patel 4 years ago

એક દમ મજા.. તમે કેમ છો ?

Amita Patel 4 years ago

ખૂબ આભાર

Amita Patel 4 years ago

ખૂબ આભાર

Abbas khan 4 years ago

બહુજ સરસ..👍😃😃

Tinu Rathod _તમન્ના_ 4 years ago

હા પણ એમાં પણ મજા છે.. કેમ છો.. ?

Amita Patel 4 years ago

ખૂબ આભાર

Amita Patel 4 years ago

ખૂબ આભાર ભાવેશ.. કેમ છો ?

Parmar Geeta 4 years ago

😂😂😆😆😝👌👌

Amita Patel 4 years ago

🤣😂yes ketan how r u

Amita Patel 4 years ago

So sweet of you to comment whenever I write something...દિશા ને તો mb ગ્રુપ મા છુટ્ટી જ મૂકી દઉં

Amita Patel 4 years ago

હોય ઘણા એવા જ ..આભાર તમન્ના

Amita Patel 4 years ago

Thank you shefali

Ketan 4 years ago

હાહાહા....🤣🤣🤣

Tinu Rathod _તમન્ના_ 4 years ago

સાચે વાતોનાં વડાં.. 😂😂😂

હરિ... 4 years ago

👌👌@amu dii...બોવ દિવસે દેખાયા..😇Mane મળવું છે aa દિશા dii ને.. ટ્યુશન જોઈએ છે મને emni પાસે થી... 😂😝😛

Bhavesh 4 years ago

જોરદાર દિશાહિન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now