ખબર જ ના પડી

જીવનની ઋતુઓ જેમાં અમે,
ક્યારેક દોડતા દોડતા પડી ગયા
કયારેક હસતા હસતા રડી પડ્યા
તો ક્યારેક રમતા રમતા ઝઘડી પડ્યા
આ ઋતુઓમાં ક્યારે માત્ર પાનખર જ રહી ગયી
ને જિંદગી વહી ગઈ,
ખબર જ નાં પડી.

ખબર જ નાં પડી,
રસ્તાના એ વળાંકો,
જે ક્યારે માળાથી આકાશ તરફ ગયા,
ક્યારે નોટબૂકથી ચલણીનોટ તરફ ગયા,
તો ક્યારે સપનાથી હકીકત તરફ ગયા,
આ વળાંકોમાં ક્યારે માત્ર સીધો રસ્તો જ રહી ગયો,
જે જીવન રેસિંગ કર બની ગઈ
ખબર જ ના પડી.
ખબર જ ના પડી.

#કવિતા #વિચાર #ગુજરાતી #જીવન #ખબરજનાપડી #ડાયરી

Gujarati Poem by Suril Shah : 111365406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now