શક્તિ છે નારી,
તો ભક્તિ છે નારી,
નર ની ખાણ છે નારી,
દેશ ની શાન છે નારી.....

ત્યાગ નું પ્રતીક છે નારી,
દૈવી નું રૂપ છે નારી,
એકતા નું સૂત્ર છે નારી,
ઉર્જાનું સ્ત્રોત છે નારી..

ઘર નું ઘરેણું છે નારી,
પ્રેમ નું ઝરણું છે નારી.
સંસ્કાર નું સિંચન છે નારી,
પરિવાર નું કંચન છે નારી..

મમતા ની લહેર છે નારી,
જગત ની જ્યોત છે નારી,
એટલે કહે છે અટલ કે,
નારી તો છે સૌથી ન્યારી...

----અમિત વડગામા "અટલ"

☺️☺️મહિલા દિન નિમિત્તે આપ સૌને શુભેચ્છા🙏🙏

Gujarati Poem by Amit vadgama : 111357277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now