શીર્ષક : "જિંદગીનું સમુદ્રમંથન"

શુ કહું એ જિંદગી કશું સમજાતું નથી,
દુનિયાથી પરે થઈ મંજલે જવાતું નથી.

પ્રેમ મોટો કે માન કાંટે કદી તોલાતું નથી,
હું મોટો કે અહંમ કોઈ ખુદને પૂછતું નથી.

પાપરૂપી મકાનને બારણું દેવાતું નથી,
સાચી રાહ નું કોઈ સરનામું દેખાડતું નથી.

ગમેતે હોય સામે "ગીરી" હવે જુકવું નથી,
પ્રસ્તાવનાથી અંત સુધી પૂર્ણવિરામ રાખવો નથી.

✍️ગિરીમાલ સિંહ ચાવડા "ગીરી"

Gujarati Poem by Chavda Girimalsinh Giri : 111352937

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now