"આધ્યાત્મિકતા લોકો નેએકબીજા થી જોડે છે જયારે ધર્મ લોકો ને જુદા પાડે છે."

Gujarati Quotes by jadav hetal dahyalal : 111347421
jadav hetal dahyalal 4 years ago

બિચારા ધર્મ નો કાંઇ જ વાંક નથી .પણ મડદા માં જો પ્રાણ પુરવા હોય તો દરેક ધર્મ ની સર્વધર્મ સમ ભાવના માં વિશ્વાસ કરે એવો પ્રયત્ન કરજો અને લોકો એમાં વિશ્વાસ કરે એવો પ્રયત્ન કરજો નહિ તો પછી શરીર ગમે એટલુ વહાલુ હોય જો એની આત્મા ના રહે તો એ શરીર નો ત્યાગ કરવો જ હિતાવહ છે કેમ કે ખાલી ખોળિયુ પછી સડવા લાગે છે આવુ દરેક ધર્મ માં લખ્યુ છે

S I D D H A R T H 4 years ago

હું પણ એજ તો કહું છું. ધર્મ વિના કોઈ પણ પરંપરા કે આધ્યાત્મિકતાનું કોઈ અસ્તિત્વ જ નથી. પણ મૂળ ધર્મ પરિવાર્યો એમાં ધર્મનો શુ વાંક ?

jadav hetal dahyalal 4 years ago

આ બધી પરંપરાઓ ધર્મ નો ભાગ નથી ?જો ના હોય તો કહો કે ના નથી .પણ એ બધી પરંપરા માત્ર શરીર છે એની સાચી આત્મા એની મુળ ભાવના હતી જે હતી વસુધૈવ કુટુંબકમ .અર્થાત આખું જગત એક પરિવાર છે જેમાં બધા એ હળીમળીને રહેવું જ જોઇએ.પણ અત્યારે શરીર છે પણ આત્મા મરી પરવારી છે

S I D D H A R T H 4 years ago

લોકોના કપડાં, રહેણીકરણી, પૂજા પદ્ધતિ એ ધર્મ નથી. એ તો પરંપરા છે. ધર્મ અને પરંપરા બંને અલગ અલગ છે.

S I D D H A R T H 4 years ago

હા હું સહમત છું કે સાચા ધર્મની તો ક્યારની હત્યા થઈ ગઈ છે. અત્યારે માત્ર દંભ જોવા મળે છે. પણ એમાં ધર્મનો વાંક ક્યાંથી આવ્યો?

jadav hetal dahyalal 4 years ago

ધર્મ એ હોવો જોઈએ જે લોકો ને જોડે .શું ધર્મ લોકો ના કપડા ,રહેણી કરણી ,રિતિ રિવાજ, પુજા કરવાની અલગ અલગ રીત સુધી જ મર્યાદિત છે?દરેક ધર્મ ની મુળ વિચારધારા જે હતી એ ક્યાં ગઇ ?અને જો કપડા થી ,રહેણી કરણી થી ,રીત રિવાજ થી ,પ્રાર્થના કરવાની જુદી જુદી રીત થી ઓળખાય છે તો એ માણસ થી માણસ ને જુદા જ પાડે છે.બધા ધર્મો ની મુળ ભાવના ભુલાઇ ગઇ છે .અને ધર્મ ના નામે રહ્યો છે તો માત્ર દંભ.ધર્મ ની તો ક્યારની હત્યા થઇ ગઇ છે.વાત કડવી ભલે લાગે પણ સાચી છે

S I D D H A R T H 4 years ago

ધર્મ વિના આધ્યાત્મિકતા નું કોઈજ અસ્તિત્વ નથી- ભગવદ્દ ગીતા.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now