વોટિંગ અને આપણે:--
ભારત દેશમાં પ્રગતિ તો ઘણી થઈ છે પરંતુ હજી સુધી મોંઘવારી, બેકારી અને ગરીબી ગઈ નથી. નેતાઓ આપણને સારા મળતા નથી, એવી ફરિયાદ આવે છે. કેમકે આપણા સ્ટાન્ડર્ડ જ નબળા રાખ્યા છે. ગુનેગારો પણ જીતી જાય એમ લાગતો હોય તો તેને ટિકિટ મળી જાય છે અને એ પાછો ધાકધમકીથી , પૈસા વેરી જીતી પણ જાય છે. એને વોટ પણ આપણે જ આપીએ છીએ.
હવે આજના ટેલિકોમ્યુનિકેસનના જમાનામાં રેલીઓ કાઢવી મુર્ખતા છે, ફક્ત ટેલીવિઝન, ડિબેટ, સોશિઅલ મીડિયા, વેબ સાઇટ, ન્યૂઝપેપર દ્વારાજ પ્રચાર કરવો પર્યાપ્ત છે, બાકી હવે રોડ શો, ભાષણો કરી લખલૂટ પૈસા વાપરવા વ્યાજબી નથી, કેમકે પોતે ઉમેદવાર તરીકે ખર્ચેલ પૈસા અંતે તો મિનિસ્ટર બનીને પ્રજા પાસેથી લૂંટવાના જ હોય છે. આ જ ભ્રષ્ટાચાર નું મૂળ છે, એક વિષચક્ર, બે પાંચ કરોડ વાપર્યા હોય તો વસુલ તો કરવાને!
મૂળ મુદ્દો એ છે કે ટેકનોલોજી ના જમાનામાં પ્રચાર માટે લખલૂટ પૈસા ખર્ચાય નહિ કેમકે અલ્ટીમેટલી બોજો તો કન્યાની કેડ પર જ આવવાનો, તેમજ ઓનલાઈન વોટિંગ કરી ચૂંટણી ખર્ચ તેમજ ગોલમાલ અટકાવી શકાય, જો કરોડોના વહીવટ નેટ બેન્કિંગ, પે ટીએમ થી થતા હોય તો વોટ ના આપી શકાય??
વારેઘડીએ થતી ચૂંટણીનો ખર્ચ ઘટવાથી અવશ્ય ઓછો ટેક્સ લાદવો પડશે, મોંઘવારી પણ ઘટે.
આટલી ટૂંકી વાત પછી સમજી ગયા હશો કે આ દેશની દુર્દશા માટે ચૂંટણી પ્રથા નહિ પણ ચૂંટણી પ્રક્રિયા, પ્રોસીઝર જવાબદાર છે. અને આવી બોગસ સિસ્ટમ ચાલુ રાખવા માટે પ્રજા પણ એટલી જ જવાબદાર છે. એને નહિ સુધારવા માટે નેતાઓ કસૂરવાર છે.
મારૂ માનવું છે કે જો આ રીતે કાળા નાણાથી ચુનાવ લડવાના ચાલુ રહેશે અને આવા જ અભણ ઉમેદવાર હશે તો ગમે તેટલો ઈમાનદાર વડાપ્રધાન કેમ ન હોય, હાલના છે એવા, દેશનો વિકાસ નહિ કરી શકે.
સમિંગ અપ કરતા કહું કે કોઈપણ પાર્ટી ખરાબ નથી, બધાને લોકો માટે સારું કરવું જ છે પણ ખરાબ સિસ્ટમ રૂપી પગ ભાંગેલા છે, બિચારા ન ચાલી શકે.
એટલી બીજી સચ્ચાઈ એ છે કે નેતાઓ પણ આપણા સમાજમાંથી જ આવે છે, જેવા આપણે એવા એ.
આપણે ચોર તો એ ચોર ને આપણે ચોકીદાર તો એ ચોકીદાર!!!. હું ચોકીદાર છુ એવી જાહેરાતથી ચોકીદાર નથી બનાતું. પેલો માલ્યા, નીરવ...છટકી ગયા.
આપણે ખેતી જ ઉત્તમ રીતે કરીએ તો પાક સારો આવવાનો જ છે. ખેતી કરતા ન આવડે તો પાક નિષ્ફળ જાય છે. પ્રોફિટ નહિ પણ નુકસાન જાય છે. બિયારણના પણ પૈસા નીકળતા નથી. જબરદસ્ત લોકશાહીની પ્રક્રિયા કરી જે વિશ્વમાં અજોડ છે, તો સરવાળે કઈ મળતું નથી, મળે છે અભણ, લાલચુ નેતાઓ.
તમે જેવી સિરિયલો ડિમાન્ડ કરો એવી બનાવે.. કમાણી તો જ થાય. નેતાઓનું પણ એવું જ છે, તમારે નાની મોટી ચોરીઓ કરવી છે.. લાઈટચોરી પકડવા આવે તો પથ્થરમારો, ઢોર પકડવા આવે તો પથ્થરમારો...લાગવગથી જ કામ કરવા છે. લાંચ આપી સારી પોસ્ટિંગ જોઈએ, પ્રમોશન માટે ભલામણ. કોઈ નૈતિકતા તો બચી જ નથી. ગાય ને હાથ અડાડી પુણ્ય લઈ લેવું છે. પણ કોઈ ગાય રિબાતી હોય તો હેલ્પલાઈન માં ફોન કરવો જોઈએ. દેશની પ્રજા સુધરશે તો આપમેળે સારા ઉમેદવાર લોકશાહીમાં આવશે.

Gujarati Motivational by પ્રદીપકુમાર રાઓલ : 111346738

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now