Toxic people
આ ખૂબ અગત્યનો મુદ્દો છે કેમકે જેમ રૂપિયાની બચત એ રૂપિયો કમાયા એવું છે, તો એજ રીતે માનસિક શક્તિ બચાવીએ, વ્યગ્ર ના થઈએ એ પણ માનસિક શક્તિ વધારી એમ કહી શકાય અને હું જે ઉપાય બતાવું છુ તો તમે લાંબો ટાઈમ આનંદમાં પણ રહી શકશો, રોગ જાય તો તંદુરસ્તી જ કહેવાય. આપણે એ સમજવાનું છે કે તમારે ટોક્ષીક/ Toxic/ઝેરી લોકોથી બચવાનું છે.
પહેલા કેવા લોકોને ટોક્સિક પીપલ કહેવામા આવે છે એ બતાવી દઉં. આવા લોકો રોજ તમને મળતા જ હોય છે, તમારી સાથે, કે આજુબાજુમાં રહેતા હોય, ભાઈબંધ, સંબંધી હોય, અને થોડીઘણી ઓળખાણ હોય છે. તેઓનો જ્યારે તમને ભેટો થઈ જાય અચાનક તો વિવરણ ચાલુ કરી દેશે કે સમસ્યાઓ એમને ઘેરી વળી છે એવું અત્યંત કરુણ શબ્દોમાં બતાવશે. તમને ટાઈમ હોય ના હોય તમારે એમના દુઃખ સાંભળવી પડશે. એની ઇફેક્ટ તમારા મનમાં એવી પડશે કે તમે દુઃખી દુઃખી થઈ જશો. તમેં ગમગીન થઈ જશો, ઉદાસ થઈ જશો. એક જાતનું નેગેટિવિટીનું ઝહેર તમારા દિમાગમાં પ્રસરી જશે. પણ હવે એક મજાની વાત આવે છે, તે એ કે આ ટોક્ષિક લોકોએ તમને તો દુઃખી કરી નાખ્યા પણ તેઓ રિલેક્સ , અને એકદમ હળવા ફૂલ થઈ જાય છે. એમની મનોવ્યથા અથવા મનનો કચરો એકવાર બહાર ઠલવાઇ જાય એટલે તેઓ નિરાંત અનુભવે છે અને તમે જો ઈમોશનલ ટાઈપ હોવ તો દુઃખી થઈ જાવ છો.
તો આવા વ્યક્તિને તમે એકદમ તો ન રોકી શકો પરંતુ સિફત થી છટકી જરૂર શકો. બીજું એમની વાતોમાં ઇનવોલ્વ થયા વિના લિશન કરવી. આથી તમારી મેન્ટલ એનર્જી બચશે. તેમજ તેમને સલાહો પણ ન આપવી. કેમકે તેઓ સમાધાન શોધતા જ નથી હોતા, અને એમ કરવા કેપેબલ પણ નથી હોતા.
આવી ટેવ મહદઅંશે અમુક વૃદ્ધો, નિષ્ફળ લોકો, રીટાયર વ્યક્તિઓમાં જોવા મળે છે. જે કાયમ ભૂતકાળમાં રાચતા હોય છે. અમુક કોઈપણ આઇડીઓલોજીમાં ચુસ્તપણે માનતા હોય જેમકે કોઈ પંથના અનુયાયીઓ, કોઈ પક્ષમાં માનતા ભક્તો, નાસ્તિકો(67 %) વગેરે.. આ લોકો પણ કાયમ પોતાની હાંકે રાખતા હોય, એમની વાત ઠસાવવા ખૂબ ડેડીકેશન ધરાવતા હોય છે. તો આપનાથી સહન થાય તેવું સાંભળવું, એક બીજા ખતરનાક ટોક્સિક લોકો એ મીડિયાવાળા, એ તો તમારો જીવ લઈ લે. બિન જરૂરી tv સમાચારોથી દૂર રહો. દિવસમાં બે વાર , સવાર અને સાંજ કાફી છે. B P પણ નોર્મલ રહેશે.

Gujarati Motivational by પ્રદીપકુમાર રાઓલ : 111346734

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now