#માતૃભાષાદિવસ #matrubhashadivas

માતૃભાષા દિવસ

તળપદા શબ્દો માં ક્યાંક વ્હાલ ને વિસામો મળે
બાર ગામે બદલાતી બોલી માં ગુજરાતી ક્કો મળે

પાટી ની બારક્ષરી માં કલમ પેન ને ખડિયા મળે
શબ્દો શબ્દો ની રમત માં કહેવતો ના ભંડાર મળે

પંક્તિ પદ કે ભજનો માં મીરા ને નરસિંહ મળે
ગઝલ ગીત કે શાયરી માં ઝવેરચંદ મેઘાણી મળે

દેશ વિદેશ ની ભૂમિ પર ગુજરાતી નો ઝઝબો મળે
ભારત માઁ ની ભુજાઓ માં ગુજરાતી માતૃભાષા મળે

અતિથિ નો આવકાર ઈશ્વર ના નામ થી શરૂઆત મળે
એવી મારી માતૃભાષા નું મને રોજ ગૌરવ માન મળે

Gujarati Poem by કલમ ના સથવારે : 111345438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now