એ સમય પણ હવે ઝાઝો દૂર નથી માણસની અંદર લાગણી, પ્રેમ,હૂફ, સમજદારી બધું ઇન્સ્ટોલ કરવું પડશે. આ બધું શું છે તે માણસને સમજાવવું પડશે. કારણ માણસ મશીન જેવો થઈ રહ્યો છે.એક બીજા પ્રત્યે જે attachment હોવું જોઈએ તે ધીમે ધીમે ઓછું થતું જાય છે. અત્યારે આપણે જોઈએ જ છીએ કે જ્યારે કોઇ વ્યકિત અવસાન પામે ત્યારે અમુક લોકો સીધું પૂછી લઈ કે બેસણું ક્યારે રાખ્યું છે. વ્યક્તિના અંતિમ સંસ્કાર માં પણ જતાં નથી. પહેલા તો સેલ્ફી વાળા મોબાઇલ નહોતા ત્યારે એકબીજાથી ફોટા ખેંચતા હવે એનો આનંદ કઈક અલગ જ હતો હવે એમાંય સેલ્ફી આવી ગઈ એકલા એકલા ફોટાઓ ખેંચ્યા જ રાખે ને એકલા એકલા ફોટાને જોઇ હસ્યા રાખે. ક્યારેક હદય ના ડોકટર પાસે સિરિયસ ઓપરેશન કરાવવાનું હોય ત્યારે એ ડોકટર પણ પહેલા પૈસા આપશો તો જ ઓપરેશન થશે. બોલો હદયના ડોકટર થયને સાવ તેની પાસે હદય ન હોય એવું આપણનને લાગે.

Gujarati Motivational by Suresh Vala : 111338001

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now