સુવિચારનું મહત્વ
ઘણા લોકો ઘણું સારુ વિચારતા હોઈ છે. તેના વિચારો સકારાત્મક પણ હોય છે.પણ અમુક વ્યક્તિઓ તેના વિચારોને સ્વીકારતા નથી. દરેક વ્યક્તિ ની અંદર સારા વિચાર કરવાની શકિત હોય છે જ. એક વિચાર થી ઘણું બધું પરિવર્તન શક્ય છે. અમુક વિચાર પર આપણે વિચાર કરીએ તો એની પર આપણને ઘણા બધા વિચારો આવે છે.
એક સુવિચાર ક્રાંતિ સર્જી શકે છે, પ્રેરણા આપી શકે છે, કોઈને નવી આશા આપી શકે છે, કોઈને નવું જીવન આપી શકે છે. સકારાત્મક વિચાર ઘણું બધું બદલી શકે છે.
વ્યક્તિ જો નાની નાની બાબતો પણ એક સારી દ્વષ્ટિએ વિચારતો થઈ જાય તો તેનું જીવન સકારાત્મક અને સુંદર રીતે પસાર કરી શકે છે.
જેમ પ્રાર્થના એ આત્માનો ખોરાક છે એમ સારા વિચારો એ મનનો ખોરાક છે. મનને સારા વિચારો પૂરા પાડવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે ને તંદુરસ્ત રહે છે. માટે બને તેટલા સારા વિચારોને અપનાવો ને તેનો સંગ્રહ કરો જે બીજાને પણ ઉપયોગી થઇ શકે છે.
- અનુભવની ડાયરી-
- સુરેશ વાળા

Gujarati Motivational by Suresh Vala : 111332845

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now