* મહેર ચેહર મા ની*. લેખ... ૨૫-૧-૨૦૨૦

ઓમ શ્રી ચેહર મહાશક્તિ પીઠ જ્યાં ચેહર મા "ગોર ના કુવાવાળી" ની હાજરાહજૂર હાજરી હોય છે....
કંઈ કેટલાય ભક્તો ના દુઃખ ચેહર મા એ દૂર કર્યો છે... માઈ ભક્ત રમેશ ભાઈ ના દિલની વાતો માતાજી પૂરી કરે છે અને એટલે જ આવનાર સેવકો ના દુઃખ જલ્દી દૂર થાય છે તો આવો ગોરના કુવાવાળી ચેહર માતાજી નો ૩૧ મો પ્રાગટ્ય મહોત્સવ નો અનેરો લાભ બધાં જ ભાવિક ભક્તો લો ..
વસંતપંચમી તા.૩૦-૧-૨૦૨૦ ગુરૂવારે આવાં રૂડાં અવસર ના સહભાગી બનીએ અને ચેહર મા ના આ અનેરા મહોત્સવ મા આવી મા ચેહર નાં દર્શન કરી ને ધન્ય થઈએ...
આ દરબાર નાં ખુલ્લાં બારણાં છે જો કાયમ અવાય તો આવજો દર્શન કરવા અને ચેહર મા ને મળવા... માઈ ભક્ત રમેશ ભાઈ અને નીતા બેન ભટ્ટ ના મીઠાં બોલ અને સાચી વાત અને સાચી સમજણ અને સાચું જ્ઞાન લેવાનું
મન જો થાય તો જરૂર આવજો.
આ ભાગદોડ ભરી જીંદગીમાં સમયનો નથી કોઈ ભરોસો તો થોડો સમય મળે તો ચેહર મા નાં ગોરના કુવે દર્શન કરવા આવજો કારણકે આવી તક કે સમય પાછો મળે કે ના પણ મળે...
ઘડી બે ઘડીની ફુરસદ જો તમને
જણાય તો જરૂર આવજો...
માઈ ભક્ત રમેશ ભાઈ અને એમનાં પરિવાર ની સેવા પૂજા અને સાચી માતાજી માટેની દિલની ભાવનાઓ થી આજે આવાં રૂડાં અવસરો ઉજવવામાં આવે છે... અને એમાં ચેહર મા ના સર્વે સેવકો અને દાતાશ્રીઓ તથા ગવૈયા મંડળ ખુબ જ સુંદર સહોયગ આપી ને આ અવસર ને દિપાવે છે...
" ચેહર કરે મહેર તો થાય લીલા લહેર "
આ હળાહળ કળજુગ મા ચેહર મા ના પરચા ની તો અનેક ગાથાઓ છે જેનું વર્ણન કરવામાં આવે તો એક ગ્રંથ બની જાય પણ માઈ ભક્ત રમેશ ભાઈ કહે છે ચેહર મા ને ભજો અને સુખી થાવ.... માઈ ભકત રમેશ ભાઈ અને એમનો પરિવાર બીજા ને મદદરૂપ બનવા તત્પર જ હોય છે... માઈ ભક્ત રમેશ ભાઈ ના મુખ પર એ જ નિર્દોષ અને નિખાલસ હાસ્ય જોવાં મળે છે...
અહીં ગોરના કુવે વસંતપંચમી નો પ્રાગટ્ય મહોત્સવની શાનદાર શરૂઆત સર્વ પ્રથમ માઈ ભક્ત રમેશ ભાઈ એ ચાલું કરી હતી... અને સમય જતાં આજે એ અનેક મંદિરો માં ઉજવાય છે પણ ગોરના કુવાની વાત જ અલગ છે...
તો બોલો ચેહર માતા ની જય...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Religious by Bhavna Bhatt : 111330102

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now