please share
મરવા, કાં મારવા આ સિંહબાળ બન્યો અધીર,
આજે ટીકરની ધરાનો આથમ્યો સૂરજ એ ગંભીર !!
- તખતસિંહ સોલંકી
આજે જ્યારે આપણે પોતાના પરિવાર અને મિત્રો સાથે હસી ખુશી થી જિંદગી માણી રહ્યા છીએ ત્યારે આજે ફરી એક વીર જવાન ગંભીરસિંહ ભૂપતસિંહ કાશેલા એ માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. આપણને માત્ર એક કે બે દિવસ માટે દુઃખનો અનુભવ થશે પરંતુ જેને પોતાનો પુત્ર, બાપ કે પતિ ગુમાવ્યો છે એને એની ખોટ કાયમ રહેશે અને યાદ કરતા ગર્વ થાશે કે અમારા ઘરનો સૂરજ આજે માતૃભૂમિના રક્ષણ માટે આથમી ગયો અને સમાજમાં દેશભક્તિ રૂપી પ્રકાશ પાડતો ગયો. આજે એ રાજપૂત પોતાનો ખરા અર્થમાં ક્ષાત્રધર્મ નિભાવી ગયો.સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ખરા અર્થમાં શુરવીરો ની ભુમી છે કારણકે અગાઉ પણ કારગીલ ના યુદ્ધમાં આ જ ગામના વીર રાજપૂત દિલીપસિંહ ચૌહાણ દેશ માટે શહીદ થયા હતા તેમજ અનેકો પાળિયા આ ગામના રાજપૂતોની શૂરવીરતા ની સાક્ષી પુરે છે. વંદન છે એ રાજપૂત વિરને... ધન્ય છે શહીદ ની જનેતા...
જય માં ભવાની 🚩
જય માં ભારતી 🇮🇳
જય રાજપૂતાના ⚔️

English Thought by BHAVIN HEART_BURNER : 111329871
Er.Bhargav Joshi અડિયલ 4 years ago

નમન 🙏 શહીદ વીર ને...💐💐 રંગ રાખ્યો જો ને રાજપૂત તે દેશની શાનમાં, કરી દીધી જીવ કુરબાન આજ યુદ્ધ મેદાનમાં....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now