Start This Measure From Today It Will Solve Your Money Problem

આજથી જ શરૂ કરો આ ઉપાય, પૈસાની તંગી ને પતિ પત્નીના ઝગડા થશે દૂર

આપણા ગ્રંથોમાં ગુરૂને વિવાહના દેવ માનવામાં આવે છે. જે લોકોના લગ્ન ન થઈ રહ્યા હોય કે જેનું વૈવાહિક જીવન સુખમય ન હોય, તેમણે ગુરૂને પ્રસન્ન કરવા માટે ઉપાય કરવા જોઈએ. ગુરૂવારનો દિવસ ગુરૂદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ દિવસે આપણા ધર્મ ગ્રંથોમાં બતાવેલા નાના-નાના ઉપાય પણ કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ રહે છે. જે પતિ-પત્નીનું એકબીજા સાથે બનતું નથી, હમેશા ઝગડા થતાં રહે તેમણે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ.

-ગુરૂવારના દિવસથી આ ઉપાયની શરૂઆત કરવી. પછી આ ઉપાય રોજ કરવા. ગુરૂવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ નાભિ અને માથા પર કેસરનું તિલક લગાવવું. સાથે જ ગુરૂવારના દિવસે ભોજનમાં કેસરનો તિલક કરવો. સાથે જ ગુરૂવારના દિવસે ભોજનમાં પણ કેસરનો ઉપયોગ કરવો.

ગોળ, બૂંદીના લાડુ, પીળા ફુલ, કેળા, પીળું ચંદન, હળદર, ધાર્મિક પુસ્તકો, પીળા રંગની મિઠાઈ અને ઘીનું દાન કરવું.

-સાધુ, બ્રાહ્મણ અને પીપળાના ઝાડની પૂજા કરવી.

-ગુરૂવારના દિવસથી શરૂ કરીને રોજ પીપળાના જડમાં જળમાં પાણી અર્પણ કરવું.

-ગુરૂવારના દિવસે પીપળાને ચણાની દાળ અને પીળા રંગની મિઠાઈ અર્પણ કરવી.

-યથાશક્તિ મુજબ દર ગુરૂવારે પીળા વસ્ત્રમાં ચણાની દાળ રાખીને તેને કોઈ ગરીબને દાન કરવું.

કોઈ યોગ્ય બ્રાહ્મણથી જાણકારી લઈને દર ગુરૂવારે સ્વયં ગુરૂ પૂજા કરવી. ગુરૂ મંત્રો, વિષ્ણુસહસ્ત્રનામ, ગુરૂકવચનું પાઠ અને જાપ કરવું અથવા કરાવવું.

-ગુરૂવારે પૂજા કરીને ચણાની દાળ વિષ્ણુ ભગવાનને અર્પણ કરવી.

-સાત ગુરૂવાર સુધી બૃહસ્પતિની પૂજામાં અર્પણ કરેલી ચણાની દાળ સાતમા ગુરૂવારના દિવસે ઘોડાને ખવડાવવી.

-પીળા રંગના દોરામાં ગુરૂવાર દિવસે પાંચ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવું.

કોઈ બ્રાહ્મણના બેસનના લાડુ અને કેસર મિશ્રિત ખીરનું ભોજન કરાવવું.

-ગુરૂવારે વ્રત કરવું અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. પૂજામાં પીળા વસ્ત્રો અને પીળા લાડુનો ભોગ ભગવાનને અર્પણ કરવો. પીળા રંગની વસ્તુઓનો ફળાહાર કરવો.

-ગુરૂવારના દિવસે જો કોઈ વિષ્ણુ મંદિરમાં જઈને ખૂંપ અને મુગટની સાથે પીળા લાડુ પણ અર્પણ કરવા જેથી બહુ જલ્દી વિવાહના યોગ બનશે.

-આ વારે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સવારે ઘરના આંગણું ધોવું અને આખા ઘરમાં ગૌ-મૂત્ર છાંટવું. ઘરની બહાર હળદરથી સ્વસ્તિક બનાવવું. ક્યારેય પૈસાની તંગી સર્જાશે નહીં.

પતિ-પત્નીમાં હમેશા ઝગડાઃ-

બુધવારના દિવસે કોઈ કેળાના વૃક્ષની જડ લાવીને રાખી લેવી. ગુરૂવારના દિવસે સવારે જલ્દી સ્નાન કરીને પીળા કપડા પહેરી લેવા. જડને ગંગાજળથી ધોઈને તેને વિષ્ણુ ભગવાનની સામે રાખીને તેની પૂજા કરવી. તેની પર હળદર અને કેસર લગાવવું અને 108 વાર બૃહસ્પતિ મંત્રનું જાપ કરવું. મંત્ર- ॐ बृं बृहस्पतये नम:।

સાત ગુરૂવાર સુધી આ પૂજા કરીને આ જડને પીળા કપડામાં બાંધીને તેને કલાઈ પર બાંધી લેવું.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111329710

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now