સંપૂર્ણ રામચરિતમાનસ ભગવાન રામના ગુણો અને તેમના પુરુષાર્થથી ભરેલું છે

- એકમાત્ર સુંદરકાંડ એવો અધ્યાય છે જેમાં ભક્તનો વિજય થાય છે
-
આ કાંડ વ્યક્તિના આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે

શુભ પ્રસંગે ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખવામાં આવેલા રામચરિતમાનસના સુંદરકાંડના પાઠ કરવાનું મહત્વ છે.મુશ્કેલી હોય, કોઇ કામ પાર ન પડતું હોય, આત્મવિશ્વાસની ઉણપ હોય કે અન્ય કોઇ સમસ્યા હોય ત્યારે જ્યોતિષીઓ અને સંતો સુંદરકાંડના પાઠ કરવાની સલાહ આપે આખરે રામચરિતમાનસના છ કાંડ છોડીને માત્ર સુંદરકાંડના પાઠ કરવાનું જ શા માટે કહેવામાં આવે છે ? રામચરિતમાનસના સુંદરકાંડની કથા બધાથી અલગ છે. સંપૂર્ણ રામચરિતમાનસ ભગવાન રામના ગુણો અને તેમના પુરુષાર્થથી ભરેલું છે. સુંદરકાંડ એવો અધ્યાય છે જેમાં ભક્તનો વિજય થાય છે.

મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સુંદરકાંડ મહત્વપૂર્ણ આગળ વાંચો....

સામાન્ય મનુષ્યની જીતનો એક કાંડ છેઃ-

મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો આ કાંડ આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિને વધારે તેવો કાંડ છે. હનુમાનજી, જેઓ જાતિએ વાનર હતા, સમુદ્રને પાર કરીને લંકા પહોંચી ગયા ત્યાં સીતાની શોધ કરી. લંકાને સળગાવી અને સીતાનો સંદેશ લઇને પરત ફર્યા. આ એક સામાન્ય મનુષ્યની જીતનો કાંડ છે, પોતાની ઇચ્છાશક્તિના બળ ઉપર આટલો મોટો ચમત્કાર કરી શકતો હતો. આ કાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્રો પણ છે. માટે સમગ્ર રામાયણમાં સુંદરકાંડને સહુથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાંડ વ્યક્તિના આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. સુંદરકાંડથી એક બીજો બોધ એ હનુમાન વાનર જાતિના હતા તેમ છતાં જો ભક્તિના બળથી તેઓ મહાન પૂજનીય દેવતા બની શકતા હોય તો પછી મનુષ્ય ચોક્કસપણે દેવતા બની શકે તેવો બોધ છુપાયેલો છે.

આગળ વાંચો સુંદરકાંડ સાથે જોડાયેલ એક ખાસ ઉપાય.....

જીવનને ખુશહાલ કરી દે છે સુંદરકાંડનો આ ચમત્કારી ઉપાય

હનુમાનને દિવ્ય અને સંકટમોચક ચરિત્ર શ્રીરામચરિતમાનસના સુંદરકાંડમાં ઊજાગર થાય છે. તેમાં રુદ્ર અવતાર શ્રીહનુમાન દ્વારા કર્મ, સમર્પણ, પરાક્રમ, પ્રેમ, પરોપકાર, મિત્રતા, વફાદારી જેવા અનેક આદર્શના દર્શન થાય છે. એટલા માટે સુંદરકાંડનો પાઠ વ્યાવહારિક રીતે પણ સંકટ, વિપત્તિઓ અને પરેશાનીઓને દૂર કરવામાં ખૂબ જ અસરદાર માનવામાં આવે છે.

અહીં બતાવવામાં આવ્યું છે કે સુંદરકાંડ સાથે જોડાયેલો એવો જ ખાસ ઉપાય, જે મોટી-મોટી મુસીબતોમાંથી બહાર લાવનારો છે.

આસ્થા છે કે આ સુંદરકાંડમાં આપેલ શ્રીહનુમાનની એક નાનકડી સ્તુતિનો નિયમિત પાઠ બધી પરેશાનીઓ અને અડચણોથી છુટકારો આપવાની સાથે જ દરેક ઈચ્છા અને કામ પૂરાં કરે છે. એટલું જ નહીં આ સ્તુતિ શનિદોષ અને શનિદશાની ખરાબ અસરથી બચાવનારી માનવામાં આવી છે. આ હનુમાન સ્તુતિ નાનકડી હોવાથી તેનો પાઠ સમયના અભાવમાં પણ શક્ય છે.

ખાસ કરીને શિવ ભક્તિ વિશેષ દિવસ, તિથિઓ અને રુદ્રાવતાર શ્રીહનુમાન ઉપાસનાના શુભ દિવસ મંગળવાર ને શનિવારે ઈચ્છાપૂર્તિ અને શનિપીડાથી રક્ષણ કરવા માટે આ હનુમાન સ્તુતિનો પાઠ ચોક્કસ કરવો જોઈએ.

સવારે સ્નાન કરો અને બોલ, વિચાર અને વ્યવહારની પવિત્રતાનો સંકલ્પ લો.

-ઘર કે દેવાલયમાં હનુમાનજીને ચંદન, સુગંધિત તેલ અને સિંદૂર, લાલ ફૂલ, અક્ષત ચઢાવો.

-ગુંગળ અગરબત્તી કે ધૂપ બત્તી અને ઘીનો દીપ પ્રગટાવી પૂજા કરો. કેળા, ગોળ કે ચણાનો ભોગ લાગાવો.

ત્યારબાદ સુંદરકાંડની આ નાનકડી સ્તુતિને શ્રદ્ધા અને આસ્થાથી પાઠ કરો...

अतुलितबलधामं हेमशैलाभदेहं
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्
सकलगुणनिधानं वानराणामधीशं
रघुपतिप्रियभक्तं वातजातं नमामि।।

હનુમાનજીની આ સ્તુતિનો નિત્ય પાઠ રોજિંદા કામમાં આવનારી અડચણો અને પરેશાનીઓને પણ દૂર કરી ચિંતા અને તણાવથી બચાવે છે કે એમ કહીએ કે નાનકડી હનુમાન સ્તુતિ દરેક મુશ્કેલીઓ અને મુસીબતો સામે લડવાનો જુસ્સો આપે છે અને તરત જ પરેશાનીઓથી છુટકારો પણ મળવાનું શરૂ થઈ જાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111329697

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now