#સ્વાગતમ_૨૦૨૦

નવું કેલેન્ડર વર્ષ શરૂ થયું , આમ તો હિન્દુ નું વર્ષ અલગ શરૂ થાય પણ મોટે ભાગે આપણે કેલેન્ડર વર્ષનો જ ઉપયોગ કરતાં હોઈએ એટલે આ વર્ષ નું મહત્વ રહેવું જ જોઈએ. જન્મદિવસ થી લઇ દરેક મહત્વની વસ્તુ માટે આપણે તારીખ ને તો મહત્વ આપીએ છીએ કેટલાં લોકો તો એવા હશે જેમને પોતાના જન્મની તિથિ યાદ પણ નહીં હોય.

આજથી શરૂ થતું ૨૦૨૦ નું વર્ષ ૨૦ ૨૦ ના મેચ જેવું જ એકસાઇટમેંટ વાળું રહે એવી સૌ ને શુભેચ્છા સાથે મારા દરેક અભિભાવકો નો હાથ જોડી ને ધન્યવાદ પણ કહીશ કે ૨૦૧૯માં મને ખૂબ જ સારી રીતે સમજી શક્યા છો. મારી દરેક વાતો ને તમે વધાવી છે તો ૨૦૨૦માં પણ આ વસ્તુ ચાલુ જ રાખશો.

બે ચાર મારા વિચાર અહીં શેર કરવા માંગુ છું. આમ તો ૧લી જાન્યુઆરીથી ઘણાં રીસોલ્યુશન લેવામાં આવતાં હોય છે જે પાંચ જાન્યુઆરી સુધી ચાલતાં હોય છે એટલે એવાં અઘરાં રીસોલ્યુશન ની વાત નથી કરવી જે ચાઇના ના માલ જેવા હોય કે ચલે તો ચાંદ તક...

ઘણાં લોકો કહેશે કે રાત ગઈ બાત ગઈ ૨૦૧૯ માં થયેલ કડવા અનુભવો ભૂલી જવા. ભૂલો ને ભૂલી જવી . એવી યાદો જે તકલીફ આપે એના થી દુર રહેવું તો મારું કહેવાનું સાવ અલગ જ છે. ૨૦૧૯ ને વાગોળવો સારી યાદો ને યાદ કરી ને એક એવા પટારા માં મૂકવી જ્યાં થી ગમે ત્યારે ખોલી ને મમળાવી શકાય. કડવા અનુભવો ને ફરી અત થી ઇતિ યાદ કરવાં અને એવા પટારામાં મૂકી તાળું દઈ ને તે પટારો જ સમુદ્ર માં ફેંકી દેવો જેથી તે અનુભવ અને તેની સાથે જોડાયેલ લોકો થી દુર રહેવું. રહી વાત ભૂલો ની તો માણસ છે ભૂલ કરે એટલે એ એવાં પટારામાં મૂકી તાળું દેવું કે જરૂર પડે તે ચાવી થી ખોલીને ભૂલ સુધારી શકાય. ટુંકમાં ૨૦૨૦માં એ ભૂલોનું પુનરાવર્તન ન થાય તે જોવાની જવાબદારી તમારી ખુદની જ રહેશે.

કોઈ પણ નવો સમય તમને બદલાવ લાવવા માટે પ્રેરણા આપતો હોય છે. જો સમાજમાં બદલાવ જોતો હશે તો પોતાની જાતને બદલવી જ પડશે. ૯૨.૭ નું ગીત છે કે "तू बदले तो ही बदले जमाना औरो से पहले खुदको ये समझाना" જો એવી ઈચ્છા હોય કે આપણી આસપાસ ની વ્યક્તિ બદલાય જાય તો પહેલાં જાતે જ બદલવું પડશે. ૨૦૨૦ માં સાવ નાના નાના બદલાવ તમને એક અલગ જ સ્થાન આપી શકશે.

*તમારા માટે આખા દિવસ માં માત્ર ૩૦ મિનિટ ફાળવો
*જો કોઈ શોખ હોય તો તે શોખને કેળવવાનો પ્રયત્ન કરો.
*નકારાત્મક વિચારો અને લોકો થી દુર રહો.
*તમારા વિશે ખરાબ બોલનાર વિશે હમેંશા સારી વાતો વિચારો
*તમે છો તેવા જ સ્વીકારો અને લોકો જેવા છે તેવા જ ચાહો.
* કોઈ વ્યક્તિ ને અવગણવાની નહીં તેનાં કરતાં તેને મળવાનું ટાળવું.
*જ્યાં તમારું માન નથી ત્યાં તમારું સ્થાન નથી તે યાદ રાખવું.
* તમને ન ગમતા અને તમને ન ગમાડતા બને પ્રકારના વ્યક્તિઓ થી દુર રહેવુ.
* જે વ્યક્તિ સાથે રહેવાથી તમારામાં વિશ્વાસ વધે એમની સાથે રહેવું.
*જે વ્યક્તિ ખોટું બોલે કે તમને ખોટા પાળે તે બંને થી દુર રહેવું. (#MMO )

ટુંકમાં ૨૦૨૦માં થોડું સ્વાર્થી બનવામાં જરાય વાંધો નથી. કારણ જો જાત વિશે નહીં વિચારો તો કોઈ પણ માટે નહીં જ સારું કરી શકો.

{#matangi }

Gujarati Blog by Matangi Mankad Oza : 111316855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now