#ગૃહિણી_ખર્ચાઈ_જાય

આજે એક ફોટો જોયો જે ગમી ગયો કારણ અત્યારે હું પણ એ ફોટોની જેમ એક ફૂલ ટાઈમ ગૃહિણી જ છું. મેં દરેક પ્રકારનું જીવન જીવી લીધું છે પાર્ટ ટાઈમ નોકરી કે વર્ક ફ્રોમ હોમ કે ટુરિંગ હોય એવી જોબ કે ૧૦ થી ૬ની જોબ, સરકારી, અર્ધ સરકારી, શાળા , કંપની , ખાનગી કંપની , એનજીઓ દરેક પ્રકારનો અનુભવ મેં લઈ લીધો છે. અત્યારે આ અનુભવ પણ લઈ જ રહી છું. વાત છે એક ગૃહિણી આમ તો ઘણી વખત લખેલું છે અને આગળ પણ આ વિષય પર ઘણું જ લખીશ પણ ખરી કે ગૃહ જેનું ઋણી તે ગૃહિણી સવારે એલાર્મ બને ત્યારથી લઈ ને રાત્રે સુવા માટે લાઈટ બંધ કરવા સુધી જે કામ કરે છે તેનું લીસ્ટ બનાવવા માં આવે તો કેવડું મોટું બને (આ વાત કરું છું એટલે પુરુષો નકામા કે એમનું મહત્વ ઓછું કહેવાનો ઈરાદો નથી જો એ સમજો તો તમારી સમજશક્તિ ને આભારી)

ખાલી રૂપિયા કમાઈ લાવવા થી ઘર ચાલતું નથી માત્ર નોકરી જ કરવાથી ઘરની બહાર રહી ને કમાણી કરવાથી ઘર ઘર નથી બનતું એ ઘર ને ઘર બનાવવા એક ગૃહિણી પોતાની જાતને ઘસી નાખે છે. હા કદાચ મૂડીના રૂપે એ ગૃહિણી ઘરમાં કંઈ નહીં લાવતી હોય પણ સંસ્કાર, સ્વચ્છતા, સુખ શાંતિ બધું જ તો આ જ લાવે છે. જો રૂપિયા થી સુખ શાંતિ કે ઘર બનતા હોત તો રૂપિયા વાળા સુખીને બાકીના દુઃખી હોત. સ્ત્રી જે દરેક પળે પોતાની જાતને ખર્ચે છે તે ખર્ચનો હિસાબ જ કરવામાં આવતો નથી. કારણ એ તો એની ફરજમાં આવે છે.

મેં હમેંશા જોયું છે મારી આસપાસ પણ કે ૨૪ કલાક ૩૬૫ દિવસ પોતાના ઘર અને કુટુંબ માટે સમર્પિત આ સ્ત્રીને માત્ર મહિનામાં જો બે કલાક પણ પોતાના માટે પોતાને ગમતું કરવા મળે તો તે રાજી થઈ જાય છે. પોતાની જાતને ખર્ચીને ખાલી કરી નાખતી આ ગૃહિણી ને રૂપિયામાં તોલી શકાય ખરી? શું એ કાગળની નોટ શારીરિક ઘસાતી વ્યક્તિ સામે એવી ક્ષમતા ધરાવે છે.(#MMO )

ઘણી વખત નોકરી કરતી સ્ત્રીઓ ને અભિમાન (માફ કરજો પણ હકીકત એ જ છે) હોય છે કે તે બંને કરી શકે છે તો એક અનુભવ પરથી એટલું જ કહીશ કે નોકરી ના જે તે કલાક તમે તમારા માટે જીવી રહ્યા છો તે આં ગૃહિણી ના ભાગમાં નથી. તમે નોકરી ના બહાને કોઈ કામ કે સોશ્યલી પણ છટકબારી મેળવી શકશો પણ આ ગૃહિણી એ નહીં જ કરી શકે. હું તો બને વસ્તુ કરી ચૂકી છું એટલે અનુભવે કહીશ કે નોકરી કરી ઘર સંભાળવું વધુ સહેલું છે. જ્યારે માત્ર ઘર સંભાળવું એ એટલે અઘરું છે જેમાં પોતાની જાતને સંભાળવા સમય મળતો નથી. માટે તમારા ઘરની ગૃહિણી ને એટલું સન્માન આપજો કારણ તમે તો માત્ર રૂપિયા ખર્ચી જાણો છો તે તમારા માટે પોતાની જાતને ખર્ચી રહી છે.(#માતંગી )

Gujarati Blog by Matangi Mankad Oza : 111314275

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now