જેટલાં એને  દબાવો   એથી  બમણાં  દોડે,
નિત્ય એવા માય ઈચ્છાઓના  હરણાં  દોડે.

શે  કરીને  વાળવા  એને ? મથો આથમણાં,
ધણ મરજીનાં એથી ઉલ્ટાના ઉગમણાં  દોડે.

વાય   વા   વંટોળિયો   ઘોડે   ચડીને   ઉંચે,
એથી  ઉંચે ઊડતી ગપ  જેમ  તરણાં   દોડે.

માય ઉઠતો સ્નેહ સમજાવી  શકો  એ  રીતે,
ગીર  છોડી  સિંધુ  ઘેલાં  જેમ  ઝરણાં  દોડે.

આજતક આવ્યા બધા એ એક'દી સૌ સાથે,
સૌ  પડે  સાચા  નજરમાં  કેદ  શમણાં  દોડે.

-અશોક વાવડીયા

છંદ= રમલ મજનુન બહર નો ૨૫  માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગા
અરબી શબ્દો
ફાઈલાતુન,ફાઈલાતુન,ફાઈલાતુન,ફઅલુન



.............................................કવિની કલ્પના માત્ર

Gujarati Poem by Ashok Vavadiya : 111307500
Ashok Vavadiya 3 years ago

ખૂબ ખૂબ આભાર આપનો હું એટલો વ્યાકરણ નો જાણકાર નથી

Hjj 3 years ago

ગુજરાતી ભાષા વ્યાકરણ નુ તમારું જ્ઞાન ગૌરવશાળી છે.🙏

Ashok Vavadiya 3 years ago

ખૂબ ખૂબ આભાર

Ashok Vavadiya 3 years ago

ખૂબ ખૂબ આભાર

Kamlesh 4 years ago

એક એકથી ચઢિયાતી રચનાઓ... અદ્દભુત

Kamlesh 4 years ago

વાહ.. અદ્દભુત રચના ભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now