કન્યાદાન #Kavyotsav2

માનસપટલ પર એ ક્ષણ સદૈવ અંકિત બની રહી ,
સ્મિત સાથે આંખોની ભીનાશ નો તે અદ્ભૂત સંગમ.
જવાબદારી પરિપૂર્ણ થયાનો સંતોષ છલકાતો ,
સાથે વિરહ ના આંસુ ઉમળકા કરતા રહ્યા .
આ પ્રાગણ નો દીવો બુઝાવા જઈ રહ્યો ને હવે,
બીજાનું મકાન તે ઘર બનશે આ મીણબત્તી થકી .
પ્રસંગ માં ખોટ કંઈ ના રહે એની તકેદારી તો બહુ,
પણ નાના હૃદયમાં ક્યાંક મોટી કમી ખલવા જઈ રહી.
સમય ક્યાં સરસરાત વિતી ગયો ખબર નહીં,
પળ થંભી રહી ને અતિત ડોકીયા કરી રહ્યો.
કાલે જ તો કાલીઘેલી બોલી માં પાપા સાંભળ્યું તું,
ને હજી સવારે જ તેને શાળા માં મુકવા ગયો તો.
મારી દીકરી મારી લાડલી જ રેશે હમેંશ,
પણ પાસ નહીં તે વિચાર વ્યથિત કરતો તો.
જિંદગી ભર પુરુષ ની પરિભાષા સાર કરી,
પણ આજે મનભરીને રડી લેવાનુ મન થયું.
સાંત્વના આપવા માટે તેને ફરી પથ્થર મૂકી હૈયા પર,
પુરુષ બની હાથ માથા પર રાખી 'કન્યાદાન' કરી દીધું.
કવિ શોધતા રહ્યા ઉપમા આ હરેક બાપ માટે,
તે 'પિતા એજ પિતા' સાથે અનન્વય બની રહ્યા.

Gujarati Poem by Piyush : 111307211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now