#Stop_Body_Shaming
નળાકાર, પીપ , સુકલકડી, સાથીકડું કે કુપોષણ નો શિકાર. સ્ત્રીઓ માટે બાહ્ય સુંદરતા નું મહત્વ વધુ હોય છે અને ઍટલે જ સ્ત્રીઓ ના દેખાવમાં 19 20 થાય તો લોકો તરત ચર્ચા કરે છે. અરે જો તો કપડાં નો કલર કેવો પસંદ કર્યો કાળી છે એ અરીસા માં નહીં દેખાતું હોય. અરે આટલી જાડી છે તો પણ ફેશન ના ફતુરા ગયા નહીં. જેવી ઘણી વાતો સાંભળી હશે અને ક્યારેક બોલી પણ હશે. શા માટે કોઈ ના શારીરિક દેખાવ પર આવી કૉમેન્ટ કરવાની શું ક્યારેય પુરુષો વચ્ચે આવી વાતો થતી જોઈ? શું પુરુષો શારીરિક રીતે પરફેક્ટ જ હોય છે. શું એમાં પણ કોઈ ની ફાંદ લાફિંગ બુદ્ધા જેવી હોય. કોઈ ના વાળ ન હોય. કોઈ વધુ પડતું દેખાવે વરવું હોય. પુરુષ કાળો તો તે કાનુડો પણ સ્ત્રી કાળી પણ કામણગારી હોઈ જ શકે. પુરુષ જાડો તો સુખી જીવડો સ્ત્રી જાડી તો કેટકેટલા શબ્દો.. ના સમજી શકું છું કે સૌંદર્ય અને સ્ત્રી એક બીજાના પૂરક છે પરંતુ સુંદરતા માત્ર શારીરિક હોવાથી એ સુંદરતા નો કોઈ અર્થ રહેતો નથી. બાહ્ય સુંદરતા કરતાં આંતરિક સુંદરતા વધુ નિખાર લાવે છે.
સ્ત્રીઓ ને હમેંશા પોતાના શારીરિક દેખાવ પ્રત્યે અણગમો જ રહે. બહુ ઓછી એવી સ્ત્રીઓ હોય જે પોતે જેવી છે દેખાવે તેના થી ખુશ હોય. તૈયાર થઈ અરીસામાં જોઈ ક્યારેય પોતાને વાહ સરસ નહીં જ કહ્યું હોય. તમારે આ બોડી શેમિંગ ને શરમાવવું હશે તો પહેલાં પોતાના શારીરિક દેખાવને સ્વીકારવો પડશે. માત્ર ધોળા દેખાવું મહત્વનું નથી જ્યારે તમારું મન કાળું હોય. તમે ગમે તેટલાં સુંદર હો જો મેકઅપ અને સૌન્દર્ય પ્રસાધન થી તમારા દેખાવને છુપાવવો પડે તો સૌથી વધુ તમે જ તમારી જાતને છેતરી રહ્યા છો. એટલે હું એ પ્રસાધનો ના વપરાશ ના ખિલાફ નથી. પરંતુ પ્રસંગોપાત જો તમે વાપરો તો કોઈ ખોટું પણ નથી. (#MMO )
બોડી પોઝિટિવ બનવાનો પ્રયાસ કરો. તમારી સ્વસ્થતા ને પ્રાધાન્ય આપો સુંદર આપો આપ બની જશો. આ વાત અહીં કરવાનું કારણ જ તે કે રૂપ અને શારીરિક સૌંદર્ય આજે છે કાલે નથી તેને કોઈ ની શરમનું કારણ ન બનાવો. આપણે સ્ત્રી સશક્તિકરણ, સમાનતા જેવાં બ્યુગલ તો વગાડીએ છીએ પરંતુ પુરુષો જેવી પારદર્શિતા, પુરુષો જેવું વર્તન નથી કરી શકતાં. શારીરિક સુંદરતા હોવી સારી વાત છે પરંતુ આપણા સમાજમાં જે સ્ત્રી ને સુંદરતા અને પુરુષને બુદ્ધિમતા થી જોવામાં આવે છે તેમાં હજી બદલાવ જરૂરી છે. આ બદલાવ આપણે પોતે જ લાવવો પડશે. આપણી જાતને બોડી શેમીંગ થી દુર રાખીને. સ્વસ્થ રહેવું સુંદર રહેવા કરતાં જરૂરી છે અને આ માનસિકતા અને શારીરિક બંને ને લાગુ પડે છે. આત્મવિશ્વાસ કેળવો જેવા છો તેનો સ્વીકાર ખુદ કરો. આપ મર્યા વગર સ્વર્ગે ન જવાય તેમ જ પોતાના સ્વીકાર વગર બીજા આગળ આશા ન રખાય. એ યાદ રાખજો કે જવાની તો જવા ની જ છે ...
https://youtu.be/cL74gQT_MMs

Gujarati Blog by Matangi Mankad Oza : 111305017

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now