અનુભવ.

આજ દવાખાને જવાનું થયું. પ્રાઇવેટ હોસ્પિટલ. પોરબંદરની પ્રખ્યાત ખાનગી હોસ્પિટલ. શરદી, ઉધરસ, તાવ, માથું.. ઓચિંતો વાઇરલ ફીવર કદાચ વાતાવરણ બદલાતા થયું.

હવે વાત એમ બની કે ડોક્ટર કીધું માથું બોવ દુખવું ડેન્ગ્યુ નું લક્ષણ છે એટેલે ડેન્ગ્યૂનો રિપોર્ટ કરાવવો પડશે. મને ખબર હતી કે ડેન્ગ્યુ આપણને થાય નહી!!! એટલે મેં પૂછ્યું સર, કેટલાનો રિપોર્ટ થશે. ડૉ. સાહેબે જણાવ્યું ૮૦૦/- થશે. "૮૦૦/- તો મારી પાસે છે પણ નહિ કઈક બીજું કહોને." મે કહ્યુ.

થોડી વાર કેસ પેપર તપાસીને સાહેબે કહ્યું, "બીસીબી નો રિપોર્ટ કરવી લો, ૧૫૦/- માં થાય જશે. અને નોર્મલ પણ આવશે!!"

હવે અહીંયા એ વાત ના સમજાઈ કે નોર્મલ રિપોર્ટ જ આવશે એવી ડૉ. ને ખબર જ છે તો આવો રિપોર્ટ કરવા થી ફાયદો શું? છતાં સાહેબ ની લાગણી ને માન આપી એ રિપોર્ટ કરાવ્યો અને આશ્ચર્ય રહીત નોર્મલ પણ આવ્યો. ડૉ. કહ્યું તમારો રિપોર્ટ નોર્મલ છે. પાંચ દિવસ ની દવા લખી આપું છું અને એક ઇન્જેક્શન. કાલ સુધીમાં સારું થઈ જશે અને પાંચ દિવસ પછી ફરી બતાવી જવું. વિઝિટ અને ઇન્જેક્શન ના ૫૦૦/- રિપોર્ટ ના ૧૫૦/- અને દવાના ૩૫૦/-. કુલ ૧૦૦૦/-.

અત્યારે સારું છે.
ખાનગી દવાખાનાઓ ને.

Gujarati Blog by Bharat Makwana : 111298806

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now