આજે વાત કરવી છે "#મૌન "ની , હમણાં હમણાં લોકો એ #મૌન નું મહત્વ વધારી દીધું છે ત્યારે ક્યારે કેટલું મૌન રાખવું સારું એ સવાલ થાય સ્વાભાવિક છે. મને પણ થાય આમ તો ક્યારેય થોડુક પણ મૌન ન રહેવું મારા સ્વભાવ માં છે પણ થયું કે " "બોલે એનાં બોર વેચાય" એ અનુભવ કરી જોયો તો હવે "ન બોલવામાં નવ ગુણ" પણ જોઈ લઈએ. મૌન રહેવું બહુ જ સારી વાત છે ખાસ અત્યારના સમયમાં ઇગ્નોર કરવું અને મૌન રહેવું એ પોતાના માટે અને બીજા માટે સારામાં સારો ગુણ સાબિત થાય છે. પણ કહેવાય ને કે "વધુ પડતું અમૃત પણ ઝેર બની જાય છે" તેમ જ મૌન ક્યારે રહેવું જોઈ અને તમારું મૌન તમારી કાયરતા કે નબળાઈ સાબિત ન થવું જોઈએ તે પણ એટલું જ જરૂરી છે.

એક ઉદાહરણ આપુ મારો દીકરો અમારા બંને થી અલગ માટીનો બન્યો છે એની કોઈ મજાક કરે કે કોઈ એની વાતને લઈને હસે તો તે ઇગ્નોર કરે અને ચૂપચાપ ત્યાં થી ખસકી જાય. સાચે તો બહુ જ સારી આદત છે પણ સ્વમાન થી પરે કંઈ ન હોવું જોઈ તે અર્કને પણ સમજાવવું જરૂરી હતું. દર વખતે મૌન રહેવા થી સામે વાળી વ્યક્તિ તમને નબળા ગણી શકે છે અથવા મારા જેવી વ્યક્તિ તો એમ જ સમજે કે છટકવા માટે તમે મૌન ધારણ કર્યું છે જે ઘણી વખત સત્ય હોય છે. મૌન ધારણ કરવા થી સત્ય તમારી નજીક છે એ ધારણા તમારી ખોટી છે. સત્ય ક્યારેય મૌન રહી છુપાવી નથી શકાતું. ક્યાંક સાંભળેલ છે કે "દુષ્ટ ની વાણી કરતાં સજ્જન નું મૌન વધુ તકલીફ વધારનાર હોય છે"

જો ભીષ્મ મૌન ન રહ્યા હોત તો મહાભારત થાત નહીં. જો કૌશલ્યા એ પોતાના પુત્ર માટે સ્ટેન્ડ લીધું હોત તો રામ ને ૧૪ વર્ષ વિના કારણ વનવાસ ન ભોગવવો પડત. ઘણી વખત તમે મૌન રહી એમ સમજો છો કે આપણે માથાકૂટ માં ન પડ્યા પણ મૌન રહી તમે તમારું સ્થાન ડગમગાવી રહ્યા છો. મારું માનવું છે કે ઉગ્નોર કરવાથી કોઈ જ સમસ્યાનો ઉકેલ આવતો નથી હા સમય પૂરતો એ મુદ્દો દબાઈ જાય છે. પણ આત્મસન્માન થી વિશેષ દુનિયામાં કંઈ ન હોય અને મૌન રહી તમે તમાર પોતાના અસ્તિત્વ ને જોખમ માં મૂકી રહ્યા છો. મૌન તમને સબળા નહીં અબળા જ પુરવાર કરે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ.

કોઈ પણ પરિસ્થતિ થી દુર ભાગવા માટે નો રસ્તો છે મૌન , પણ એ એવું દીમક છે કે અંદર કોરી ખાય છે. કદાચ હું ખોટી હોઉં પણ જ્યારે કોઈ તમારા નામ સાથે તમારી મજાક કરે કે સળી કરે કે વાત કરે છતાં જો તમે મૌન રહો તો તે સામે વાળાને તો તમારા થી દૂર કરો જ છો પણ તમારા પોતાના સ્વાભિમાન ને આત્મસન્માન ને પણ દૂર કરો છો. (#MMO )

હા બકવાટ કળવાટ લાવે છે પણ મૌન મજબૂરી દર્શાવે છે. મૌન થી તમે મજાક ન બની જાવ તે જોવું રહ્યું . સંસ્કૃત માં એક કહેવત છે "મૌન સ્વીકૃતિ નું લક્ષણ છે" એટલે જ્યારે મૌન રહો ત્યારે તમે તમારી સહમતી દર્શાવો છો. દરેક વખતે સહમત થવા થી એક મત થવાય એવું પણ ન હોય. ક્યારેક વિરોધી દિશામાં ચાલનાર પણ એક જ મંઝિલે પહોંચતા હોય છે.. મૌન ને હથિયાર બનાવો મૌન ના હથિયાર ન બનો...{#માતંગી }

Gujarati Blog by Matangi Mankad Oza : 111292662

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now