શિક્ષણ માં હેપ્પીનેસ (ભાગ-૧: Mindfulness)

           માઈન્ડફૂલનેસ એટલે કે ધ્યાન આપવાની પ્રક્રિયા જેને આપણે ધ્યાનકેંદ્રિકરણ કહી શકીએ છીએ.
            બાળકનું કોઈ પણ પ્રવૃત્તિમાં સારી રીતે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, ધ્યાન આપવાથી તેના કૌશલ્યો અને બુદ્ધિ-ક્ષમતામાં વધારો થશે. તેમાં નીચે મુજબના મૂદ્દા લેવામાં આવ્યા છે.

1.Mindful Thinking
-અહી બાળક કઈ પણ વિચારે છે, તે વિચાર પર વધુ ભાર મૂકવામાં આવે છે. બાળકના વિચાર હકારાત્મક પણ આવી શકે અને નકારાત્મક પણ આવી શકે. આપણે તેને હકારાત્મક વિચારો તરફ માર્ગ બતાવાનો છે. બાળકને ધ્યાનથી મગજનો ઉપયોગ કરીને સાચું અને સારું શું તે તરફ વિચારતો કરવો જરૂરી છે.

2.Mindful Reading
-બાળક જ્યારે પણ વાંચવા બેસે ત્યારે તેનું ધ્યાન અમૂકવાર બીજે ક્યાંકજ હોય છે. જેમકે વાંચતાં-વાંચતાં ટીવી જોવું કે જમતા-જમતા વાંચવું. આવા સંજોગોમાં બાળ- મનોવિજ્ઞાનના મત મુજબ બે કામ એકસાથે થઈ શકે નહીં અને થાય તો પણ યોગ્ય રીતે તો બિલકુલ થઈ શકે નહીં. ધ્યાનપૂર્વક બાળક વાંચી શકે તે માટે શાંત, પ્રકૃતિમય અને આરામદાયક જગ્યાની વ્યવસ્થા અતિ આવશ્યક છે.

3.Mindful Acting
-કંઈક કરવું કે આગળ વધવું જેનો ઍક્ટિંગ માં સમાવેશ કરી શકાય. અહી કોઈ ફિલ્મનું રિહર્સલ નથી કરવાનું પણ અહી બાળક દ્વારા લેવાતા નિર્ણય અંગે ધ્યાન દોરવાનું સૂચન કરવામાં આવે છે. કોઈ પણ નિર્ણય બાળક તેની સમજદારીથી લઈ શકે અને ભવિષ્ય ભાખી શકાય તેવા નિર્ણયો લે એ અતિ આવશ્યક છે. એ માટે બાળકને ધ્યાનથી યોગ્ય નિર્ણય લેવાનું કહેવામાં આવે ના કે ઉતાવળો નિર્ણય.

4.Mindful Observing
-ઘણું બધુ માત્ર જોવાથી પણ શીખી શકાય છે. બાળક નું ધ્યાન-પૂર્વક કોઈ પ્રવૃત્તિમાં રસ દાખવીને જોવું એ પણ એની શીખવાની શક્તિમાં વધારો કરે છે.

5.Mindful Speaking
-ધ્યાનથી બોલવું, સારું બોલવું, સુવાચ્ય અને વ્યાકરણની ભૂલો રહિત બોલવું તથા સત્ય બોલવું એ નાના બાળકને નાનપણથી જ શીખવાડવું જરૂરી છે જેથી તે મર્યાદામાં રહીને સારી રીતે માનવ સંબંધ બાંધી શકે.

6.Mindful Writing
-ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે એવું આપણે બધા જાણીએ છીએ પણ આ વાતનું બાળક સામે વારંવાર રટણ કરવાથી તે માનસિક રીતે ધીમો પડી જાય છે. દિવાળી વેકેશન કે ઉનાળુ વેકેશનનો સમય લઈ એને લેખનપોથી ના નિયમિત ઉપયોગ કરાવાથી તેના અક્ષરોમાં સુધાર લાવી શકાય છે. કોઈ બાળક ખુબજ ધીમે ધીમે લખતો હોયતો ટીવીમાં દેખાતી સમાચાર ની લાઇન લખવાનું કાર્ય આપવું. વારંવાર સમાચારની લાઇન  સાથે તાલ મિલાવવા જતાં તેની લખવાની ગતિમાં વધારો કરી શકાય છે. 

7.Mindful Breathing
-બાળકના માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ મહત્વ આપવું. તેને કસરત અને યોગના મૂલ્યો સમજાવવા. ધ્યાનપૂર્વક જો યોગ કરશે તો તેની બુદ્ધિ-ક્ષમતા અને શારીરિક ક્ષમતા પર અસર પડશે અને તેનો ભરપૂર લાભ ભવિષ્યમાં તે મેળવી શકશે.

-કુલદીપ

Gujarati Motivational by KulDeep Raval : 111286644

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now