....................ગઝલ ................

દવા કે દુવા એક પણ કામ ન આવી .
પછી બીક દર્દોને તારી બતાવી !
તમે આગ ચાંપી હદયની વચોવચ ,
અમે ઠારતાં અશ્રુઓને વહાવી .
હતી આપની હારમાં હાર મારી ,
અમે મેળવી જીત ખુદને હરાવી .
દરદ સંઘરી આંસુને ઓથ આપી ,
અમે જિંદગીને એ રીતે મનાવી .
વફાદાર પણ હોય છે કેટલા લોક !
અગર આંસુ લૂછો પરત આપે આવી .
ન ટાઢક વળી તેમને તો છતાંયે ,
અમે હૂંફ આપી હદયને જલાવી .
ઉગાર્યા ડૂબીને અમે તેમને તો ,
અને નાવ મારી જ તેણે ડૂબાવી .
ગળે ખારના હાર છે ફૂલનો કેમ ?
હશે બાગ મજબૂર ઈજ્જત ગુમાવી ..
પરત બેય પાછા વળી આવવાના ,
ખુશી હોય કે દર્દ લેજો વધાવી ..
ભલે દંશ દેતા બની નાગ દુશ્મન ,
અમે ઝેર સમ મિત્રતાને પચાવી .
મને સાદગી ખૂબ તારી ગમી છે ,
તને પ્રેમમાં કંઈ નથી મેં ફસાવી .

Gujarati Poem by SamiR : 111284432

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now