સંસાર કેરી મહામારીને આનંદ ભેર મળીએ,
ચાલ હળીયા દોટું બંધ કરીએ.

જીવન કેરા રસ્તા સુવાળા થાય એવા કામ કરીએ,
ઈર્ષા સાટે ખોદેલા ખાડા પુરીએ,
ચાલ હળીયા દોટું બંધ કરીએ.

આપણી પ્રગતિ માટે બીજાની અવનતિ ન ઇચ્છીએ,
ટાંટિયા ખેચવાને બદલે સહકારનો હાથ મિલાવી એ.
ચાલ હળીયા દોટું બંધ કરીએ.

ઝરણું, નદી, હું, તું અને નાવ,
આવ ભવસાગર તરિયે.
ચાલ હળીયા દોટું બંધ કરીએ.
- નિશાન

Gujarati Poem by નિશાન પટેલ સ્વાગત : 111281847

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now