સજામાં શોખ મળ્યો

દિવસો વીત્યા આમ જ ઘરનાં આંગણે
સપનાના આંગણે દરેક રાત વિતી
આજે એમ લાગ્યું જાણે સજામાં શોખ મળ્યો

સંવાદો વીત્યા આમ જ પગદંઙીઓ પર
મૌનના સહારે દરેક યાત્રા વિતી
આજે એમ લાગ્યું જાણે સજામાં શોખ મળ્યો

સવાર વિતી આમ જ ઝાલરના રણકારથી
ઘંટના ઘંટારવે દરેક સાંજ વિતી
આજે એમ લાગ્યું જાણે સજામાં શોખ મળ્યો

વારસો વીત્યા આમ જ તારી રાહ જોઇ
આમ ને આમ દરેક જીંદગી વિતી
આજે એમ લાગ્યું જાણે સજામાં શોખ મળ્યો

ક્ષણો વિતી આમ જ પ્રેમ સમજવામાં
તને પામવામાં દરેક પળ વિતી
આજે એમ લાગ્યું જાણે સજામાં શોખ મળ્યો

- કિંજલ પટેલ (કિરા)

Gujarati Poem by Kinjal Patel : 111279814

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now