દીપાવજો સ્નેહથી દીવડા, તોરણ બાંધજો હરખના
કરજો રંગોળી આવકારની, ઉજવજો દિવાળી દિલથી

સ્મિત વેહેંચજો મિત્રોમાં, પાથરજો ઓજસ જીવનમાં
ગાંઠોને તમારા વેર ઝેરની, છૂટી કરજો પ્રેમથી અમારા

નવ વર્ષને વધાવજો મન ભરી, સાકાર કરજો સ્વપ્ન તમારા
પ્રાર્થના અંતરથી અમારી, ઉજવજો દિવાળી દિલથી


સિદ્ધાર્થ મણીયાર
સંદેશ, વડોદરા

Gujarati Poem by Siddharth Maniyar : 111278389

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now