જીવન !!!
આ શરીર હવે માત્ર શરીર છે
ચૈતન્ય તો ના જાણે ક્યાં, ક્યારે
ચાલ્યું ગયું
ના ના સાવ એમ નથી
શ્વાસ તો લઉં છું
ખાઉં છું, પીઉ છું
ઊંઘું છું જાગું છું
એમ દુન્યવી અર્થમાં કહોતો જીવું છું.
પરંતુ
મારી જીભ ઉપર મણ મણના પથરા પડ્યા છે
સત્ય બોલવાની તાકાત
એ ગુમાવી બેઠી છે
જુઠ જુઠના આ કોલાહલમાં
મારા કંઠમાં
એક સાચનો ખોંખારો ખાવાનું
કૌવત રહ્યું નથી
મારી આંખો
જાણે કાચની લખોટીઓ
હજારોને કમોતે મરતા જુએ છે પણ
આંસુનું એક ટીપું ય એમાં આવતું નથી
હવે સંવેદનહીન હૃદય
યંત્રવત ધબક્યા કરે છે
બુદ્ધિ અને કૌવત
પેટના ખાડામાં સંતાઈ ગયાં છે
સઘળાં ગાત્રો ઢીલા પડી ગયા છે
હામ હારી ગયો છું
બહાર લડી શકતો નથી એટલે
અંદર અંદર
મારી જાત સાથે લડુ છું
બસ એટલું જ જીવું છું

Gujarati Poem by Dipak Raval : 111276053

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now