જીવવું છે ખુમારી થી તો પછી વેઠવી વ્યથા શા માટે ?
નવો ચીલો પાડવો છે તો જુની પ્રથા શા માટે ?

દુનિયા બોલે ભલે ચાહે તે અલગારી ને અસર શા માટે ?
બંધનો ને તોડવા જ છે તો લાગણી ની વેદના શા માટે ?

ડગ ભર્યા છે આગળ વધવા તો વાપસના વિચાર શા માટે ?
યા હોમ કરીને કુદી પડવું જ છે તો સ્વીકારવી હાર શા માટે ?

પડકાર ને જ પડકારવો છે તો ભય રાખવો શા માટે ?
ભરોસો પુરો છે એ "ઈશ્વર" પર તો પછી શંકા ઓ શા માટે ?

Shweta

Gujarati Blog by Shweta Parmar : 111273660
Shweta Parmar 5 years ago

આભાર દી.... ?

Shweta Parmar 5 years ago

આભાર.... ?

મોહનભાઈ આનંદ 5 years ago

અસ્તિત્વ શૂન્ય , હોય ભલે , દુનિયા માં હેસિયત ખૂદ માં જ હોશિયાર હોય છે; હદની મગજમારી, આ દુનિયા દારી ને, બેહદ , મનોહારી , આનંદ રૂપે, હોય છે;

Harsh Parmar 5 years ago

દરેક સંબંધની એક ઉંમર હોય છે દોસ્ત, પાણીનો ભાર વાદળ પણ ક્યાં સુધી સહન કરે !!

Shweta Parmar 5 years ago

આભાર... ?

Bhavesh 5 years ago

આભાર ?

Bhavesh 5 years ago

કર્યો વિચાર દરીયો ખેડવાનો તો લહેરોથી ડર શા માટે?? મોતી ગોતવા ડૂબકી લગાવ કરે છબછબીયા શા માટે??

Bhavesh 5 years ago

વાહ.. osm??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now