એટલો ઊંડો ઊઝરડો થયો
હું અંદર સુધી ઘાયલ થયો

જ્યાં નજર ના પહોંચે દુનિયાની
અદ્ર્શ્ય કટાર નો એવો ઘા થયો

આંસુ સારવા પણ બહાનુ જોઈએ
કારણ ન કહ્યું , અળખામણો  થયો

એકાંત  માં  આંસુ સારવા ગયો
તો દુનિયાની નજરે અતડો થયો

કલમ નો સથવારો કર્યો તો
આંસુ નો પડછાયો  પડ્યો

ક્યાં કલમ ઝબોળી, કયું ચિત્ર દોરવું
ક્યા રે સંગાથે હવે સુરજ આઠમસે

બસ આજ સવાલો નો
ચોતરફ  પહેરો  થયો.

Gujarati Poem by Dip. The Shayar : 111271186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now